9 દિવસ બાદ બુધ ગ્રહની ચાલમાં થશે ફેરફાર, આ જાતવો જીવશે વૈભવી જીવન, અવિશ્વસનીય ધનલાભનો યોગ
ગ્રહોના રાજકુમાર બુધ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. આ સાથે તે સમય-સમય પર પોતાની સ્થિતિમાં ફેરફાર કરે છે. બુધને બૌદ્ધિક ક્ષમતા, એકાગ્રતા, માન-સન્માન, વેપાર, બુદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે. તેવામાં બુધની સ્થિતિમાં ફેરફાર તમારૂ ભાગ્ય ચમકાવી શકે છે. મહત્વનું છે કે સપ્ટેમ્બર મહિનામાં તે પોતાની રાશિ કન્યામાં બિરાજમાન છે. તો જલ્દી આ રાશિમાં અસ્ત થવાના છે. બુધના અસ્ત થતા ઘણા રાશિના જાતકોના જીવનમાં ખલબલી મચી શકે છે. આવો જાણીએ બુધના અસ્ત થવાથી કયાં જાતકોને સૌથી વધુ લાભ મળશે.
દૃક પંચાગ અનુસાર ગ્રહોના રાજકુમાર 20 સપ્ટેમ્બરે સવારે 5 કલાક 26 મિનિટ પર સિંહ રાશિમાં અસ્ત થશે. આ સાથે 3 દિવસ બાદ બુધ રાશિ પરિવર્તન કરી કન્યા રાશિજમાં પ્રવેશ કરશે અને 27 ઓક્ટોબર સુધી આ અવસ્થામાં રહેશે. ત્યારબાદ બુધ ઉદય થ. પોતાની રાશિમાં અસ્ત થવાથી કેટલાક જાતકોને લાભ મળવાની ખુબ સંભાવના નજર આવી રહી છે.
બુધના અસ્ત થવાથી સિંહ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. આ રાશિના જાતકોના જીવનમાં લાંબા સમયથી ચાલી આવી રહેલી સમસ્યાનો અંત આવી શકે છે. આ સાથે જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. પરિવારની સાથે સમય પસાર થશે. સાથે કરિયરના ક્ષેત્રમાં તમને ખુબ લાભ મળવાનો છે. તમારા કામને જોતા ઉચ્ચ અધિકારી તમને પ્રમોશન સાથે નવી જવાબદારી સોંપી શકે છે. તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના દમ પર નવા પ્રોજેક્ટ હાસિલ કરી શકો છો. બિઝનેસમાં પણ સિંહ રાશિના જાતકોને ખુબ લાભ થવાનો છે. આ દરમિયાન તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે.
મિથુન રાશિના જાતકો માટે બુધની સ્થિતિમાં ફેરફાર જોવા મળશે. આ રાશિના જાતકોના જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી પારિવારિક સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. પરિવાર સાથે સમય પસાર થશે. તમે પ્રોપર્ટી કે વાહન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમયમાં કરી શકો છો. તમને શુભ ફળની પ્રાપ્તિ થશે. નોકરી કરનાર જાતકોનો કાર્યસ્થળ પર સારો સમય રહેશે. તમારા કામની પ્રશંસા થઈ શકે છે. આ સાથે નવી નોકરીની ઓફર મળી શકે છે. જીવનમાં શાંતિ રહેશે.
બુધ સિંહ અને કન્યા રાશિમાં અસ્ત થવાનો છે. તેવામાં આ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરી બદલવાનું વિચારી રહ્યાં છો તો આ સમયમાં લાભકારી સાબિત થઈ શકે છે. તમારી બૌદ્ધિક ક્ષમતાની મદદથી ઘણા ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. એકાગ્રતા વધશે. આ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું પૂરુ થઈ શકે છે. બિઝનેસમાં લાભનો યોગ જોવા મળી રહ્યો છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. કુલ મળી બુધનું અસ્ત થવું તમારા માટે લાભદાયક રહેશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.