ડિસેમ્બરમાં ગ્રહોના રાજકુમાર બુધ થશે ઉદય, 2025માં આ જાતકોના સિતારા ચમકશે, કરિયર અને કારોબારમાં થશે પ્રગતિ
વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહને વાણી, વેપાર, શેર બજાર, ગણિત, માર્કેટિંગ, તર્ક શક્તિ અને અર્થવ્યવસ્થાનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે બુધની ચાલમાં ફેરફાર થાય છે તો આ સેક્ટર પર અસર પડે છે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2024માં બુધ ગ્રહ ઉદય થશે. બુધ ગ્રહ મંગળના સ્વામિત્વવાળી રાશિ વૃશ્ચિકમાં ઉદય થશે. જેનો પ્રભાવ દરેક જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેનું ભાગ્ય ચમકી શકે છે. તેને કામ-કારોબારમાં લાભનો યોગ બની રહ્યો છે. આવો તે રાશિ વિશે જાણીએ.
તમારા માટે બુધ ગ્રહનું ઉદિત થવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવ પર ઉદય થવાના છે. આ દરમિયાન તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. આ સમયે કાર્યક્ષેત્રમાં તમે પ્રભાવ અને પદનો લાભ પ્રાપ્ત કરી શકો છો. તમારા દ્વારા આર્થિક ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસ સફળ થશે. આ દરમિયાન તમે કોઈ નવું વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આ સમયે માતા સાથે તમારા સંબંધ મજબૂત થશે. આ દરમિયાન જે લોકો રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી અને જમીન-સંપત્તિનું કાર્ય કરે છે તેને સારો લાભ થઈ શકે છે.
બુધ ગ્રહનું ઉદિત થવું કુંભ રાશિના લોકો માટે શુભ ફળયાદી રહી શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર ઉદિત થવાના છે. તેથી આ દરમિયાન બિઝનેસમાં તમારી પ્રગતિ થશે. સાથે જે લોકો બેરોજગાર છે તેને નોકરી મળી શકે છે. નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર મોટી જવાબદારી મળી શકે છે. સાથે તમને કામકાજમાં પરિવારનો સહયોગ મળશે. આ દરમિયાન તમારા માટે પ્રગતિ અને પ્રમોશનનો માર્ગ ખુલશે. જે લોકો વેપારી છે તેને સારો ધનલાભ થઈ શકે છે. આ સમયે તમારા કારોબારનો વિસ્તાર થઈ શકે છે.
તમારા લોકો માટે બુધ ગ્રહનું ઉદય થવું લાભકારી રહેશે. કારણ કે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાન પર ઉદિત થશે. આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળી શકે છે. આ સમયે તમે નવું વાહન ખરીદવા ઈચ્છો છો કે મકાન-ફ્લેટ લેવા ઈચ્છો છો તો તેમાં સફળતા મળશે. સરકારી નોકરીનો પ્રયાસ કરવા માટે સારો સમય છે. આ દરમિયાન તમને રોકાણથી લાભ થઈ શકે છે. સાથે શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભનો યોગ બનશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.