`મેરી ભાભી` ફેમ દિગ્ગ્જ ગુજરાતી અભિનેત્રીએ ફેમસ સંગીતકાર સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયામાં PHOTOs જોવા પડાપડી!
ટીવી શો 'મુક્તિ બંધન' ફેમ અભિનેત્રી ઈશા કંસારાએ તેના સપનાના રાજકુમાર સિદ્ધાર્થ અમિત ભાવસાર સાથે 2 ડિસેમ્બર 2022ના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર ખૂબ જ નજીકના અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં ઈશા અને સિદ્ધાર્થ શાહી ડ્રેસમાં કેમેરા સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. સુંદર દુલ્હન ઈશા સફેદ અને લાલ લહેંગામાં અદભૂત દેખાતી હતી, જ્યારે વર સિદ્ધાર્થે તેમના લગ્નના દિવસે આઈવરી કલરની ભારે શેરવાની પહેરી હતી.
30 નવેમ્બર 2022ના રોજ ઈશા અને અમિતની સીક્રેટ રીતે હલ્દી અને મહેંદીની વિધી પુરી કરવામાં આવી હતી. હલ્દીમાં પીળા-સફેદ અને મહેંદીમાં લીલા રંગના ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંને એક જ રંગના આઉટફિટમાં એકબીજાના પૂરક હતા.
ઈશા અને સિદ્ધાર્થે માર્ચ 2022માં સગાઈ કરી હતી. સામે આવેલી તસવીરોમાં ઈશા ગ્રે બંગડીઓ સાથે શિમરી ગ્રે લહેંગામાં ખૂબસૂરત લાગી રહી હતી. બીજી તરફ સિદ્ધાર્થે તેને સફેદ શેરવાનીમાં મેચ કર્યો હતો. સગાઈનો વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશાએ ઘણી ટીવી સિરિયલો અને 'દુનિયાદારી' અને 'મિડનાઈટ્સ વિથ મેનકા' જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે નિર્દેશક ચંદ્રેશ ભટ્ટની રોમેન્ટિક ફિલ્મ 'પ્રેમ પ્રસંગ'માં જોવા મળી હતી. બીજી તરફ સિદ્ધાર્થ અમિત ભાવસારે ઘણી ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપ્યું છે અને ઘણા ગીતો પણ ગાયા છે.
અમે નવા પરિણીત યુગલ ઈશા કંસારા અને સિદ્ધાર્થ અમિત ભાવસારને પણ તેમના લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.