ગુજરાતમાં ફરી એકવાર મોસમે કરવટ બદલી! આ જિલ્લાઓમાં ઘટાટોપ વાદળો ફાટશે, થશે જળબંબાકાર

Sun, 20 Aug 2023-5:01 pm,

અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. હવે બંગાળનું ઉપસાગર સક્રિય થયું છે. હવે રાજ્ય તરફ એક બાદ એક વરસાદી સિસ્ટમ આવશે. હાલ એક વરસાદી ટ્રફ સક્રિય છે જેની અસર 22 ઓગસ્ટ સુધી રહેશે. 25 થી 26 ઓગસ્ટ સુધીમાં એક વરસાદી સિસ્ટમ બનશે. આ વરસાદી સિસ્ટમ ભારે હશે. બંગાળની ખાડીમાં વિવિધ વરસાદી સિસ્ટમ આકાર પામશે. 

એક વોલ માર્ક લો પ્રેશર અને ટ્રીપીકલ સ્ટ્રોમ બનશે. આ વરસાદી સિસ્ત્મથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે. દાહોદ, ગોધરા, પંચમહાલ, સાપુતારામાં અતિભારે વરસાદ પડી શકે છે. આ વરસાદી સિસ્ટમની અસર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી રહેશે.

આકાશમાં વાદળો બંધાયા છે. જેને કારણે આજથી આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજથી રાજ્યમાં વરસાદ વરસાદનું જોર વધશે. લો પ્રેશર સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ગુજરાત માટે ફરી એકવાર ખુશીના સમાચાર લઈને આવી છે. ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પશ્ચિમ પ્રશાંત મહાસાગર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા દેખાઈ રહી છે. જેના કારણે બંગળાના ઉપસાગરમાં ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં મજબૂત વરસાદી સિસ્ટમ લાવવાની શક્યતા છે. આ કારણે મધ્યપ્રદેશના ભાગો સુધી વરસાદ લાવી શકવાની શક્યતા છે. જેની અસર ગુજરાત ઉપર પણ થશે. 

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે,એના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યના અમુક જિલ્લાના ભાગોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે.મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

ગાંધીનગર,અમદાવાદ,આણંદ,પંચમહાલ,દાહોદ,મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં થંડર સ્ટોમ એક્ટિવિટી થશે.20 ઓગસ્ટના ડાંગ, નર્મદા, છોટાઉદેપુર,નવસારી,વલસાડ,દમણ,દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 

તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજથી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાતા વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં આજે અમદાવાદ, ખેડા, અરવલ્લી, પંચમહાલ, આણંદ અને મહીસાગરમાં આગાહી છે. તો સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચમાં આગાહી છે. 

આજથી ગુજરાતભરમાં વરસાદનું જોર વધેલું જોવા મળશે. આવતીકાલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મેહસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટા ઉદપુર, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ માં ભારે વરસાદની આગાહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link