આ વિસ્તારોમાં 8થી 10 ઈંચ સુધીનો વરસાદ થશે! જાણો નવરાત્રિમાં કેવું રહી શકે છે વાતાવરણ?

Thu, 26 Sep 2024-7:29 pm,

આજે અંબાજી, વલસાડ, અમરેલી, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ડીસા, અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા, જૂનાગઢ, ભાવનગર ગ્રામ્ય, અમદાવાદ અને દાહોદ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા બફારાથી રાહત મળી છે. આગાહી કરવામાં આવી છેકે, વરસાદી સિસ્ટમ મજબૂત થઈ જવાના જેના લીધે ૨૫ થી ૨૮ સપ્ટેમ્બરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગોમાં ૧૦ ઈંચ તો ક્યાંક વળી ૧૨ ઈંચ વરસાદ થવાની પણ સંભાવના છે. આથી આ ભાગોમાં પૂર આવવાની પણ શક્યતા રહેતા જનધનને કાળજી રાખવાની આવશ્યકતા રહેશે. 

બંગાળની સિસ્ટમ સાથે અરબી સમુદ્રનો ભેજ ભળતા મજબૂત બની ગઈ છે સિસ્ટમ. જેને કારણે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદની સંભાવના પ્રબળ બની ગઈ છે. ૨૬, ૨૭, ૨૮માં બંગાળની શાખા અને અરબી સમુદ્રના પવનના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. 

26 ઓક્ટોબરથી ગુજરાતમાં પડશે ગરમી, વચ્ચે વચ્ચે વરસાદ પણ પડશે. દક્ષિણ ચીનમાં બનેલા સઘન વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળાની શાખા સક્રિય થઈ છે અને આ મજબૂત સિસ્ટમ થોડા ઓડિસ્સાના ભાગો, ઝારખંડના ભાગો, છતીસગઢના ભાગો અને મહારાષ્ટ્રના ભાગો તરફ આવતા અને અરબી સમુદ્રનો પણ ભેજ ભળતા લગભગ મુંબઈથી સુરત સુધી આ સિસ્ટમ મજબૂત થઈ ગઈ છે. 

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છેકે, તા.૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્રમાં પણ ગાજવીજ સાથે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની સંભાવના રહેશે. નવરાત્રિ વખતે હાથિયો અને ચિત્રા નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છેકે, હવે ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાંક હિસ્સામાં અને ઉત્તર ગુજરાતમાં અંદાજા બહારનો વરસાદ વરસી શકે છે. એમાંય વડોદરા અને પંચમહાલ પર મોટી ઘાત છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠાનો પણ આવી શકે છે વારો...  

અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે જે વરસાદ પડશે એ પાકને નુકસાન પહોંચી શકે છે. મેઘલ અવસ્થામાં આવેલ કૃષિ પાકોમાં પડી જવાની શક્યતા રહેશે. ૨૩ સપ્ટેમ્બરથી ૨૬ ઓક્ટોબર વચ્ચે ગરમી પડશે અને વરસાદની સ્થિતિ થતા ગરમીમાં ઘટાડો પણ થશે. દક્ષિણ ગુજરાતના સુરત વગેરે ભાગોમાં પણ આજે ભારે વરસાદ થઈ શકે છે. નીચાણવાસ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેશે. વરસાદ તા.૨૫, ૨૬, ૨૭, ૨૮ સુધી રહેશે અને ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે. પવનનું પ્રમાણ વધારે રહેશે. 

સીઝનમાં ત્રીજી વખત અમરેલીના વડીયાનો સુરવો-1 ડેમ ઓવરફ્લો થયો છે...જેથી નિચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે...તો ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે...સુરત, તાપી, નવસારી અને ડાંગમાં અતિભારે વરસાદ પડશે, તો વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે...જ્યારે મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે...

ખેલૈયાઓએ નવરાત્રિમાં ગરબે ઘૂમવા માટેની તૈયારી તો કરી નાંખી, પરંતુ નવરાત્રિમાં વરસાદ વિલન બનશે તો?...જી હાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતા ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે...નવરાત્રિ દરમિયાન પણ વરસાદી ઝાપટા પડી શકે છે...નવરાત્રિના રંગમાં વરસાદ ભંગ પાડશે, તો ખેલૈયાઓની ગરબે ઘૂમવાની ઈચ્છા પર પાણી ફરી વળશે...ઉલ્લેખનીય છે કે વરસાદના લીધે ગરબા આયોજકની ચિંતા પણ વધી છે...વડોદરાના નવલખી મેદાનમાં વરસાદના લીધે ભારે કીચડ થઈ ગયું અને આ કીચડને દૂર કરવા માટે મશીનરી કામે લગાવાઈ છે...અમદાવાદ સહિત ગુજરાતમાં જ્યાં ગરબાનું આયોજન થઈ રહ્યું છે ત્યાં આવા જ હાલ થઈ ગયા છે...

મિની વાવઝોડાના લીધે આણંદના ઉમરેઠ પંથકમાં એક હજાર હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ જતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે...ખેડૂતોએ એક વિઘા દીઠ કરેલો 12થી 15 હજાર રૂપિયાનો ખર્ચ માથે પડ્યો છે...ખેડૂતોને આશા હતી કે ડાંગરનું સારૂ ઉત્પાદન થશે પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે...ખેડૂતોએ ડાંગરના વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ હવે નિકળે તેમ નથી, જેથી ખેડૂતોએ સહાયની માગ કરી છે...

વડોદરામાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષ ધરાશાયી થયા. કેટલાક સ્થળે વૃક્ષ ધરાશાયી થવાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે...વૃક્ષ ધરાશાયી થયાના આ દ્રશ્યો જોઈને ભલભલા ડરી જાય,,ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અને બીજી તરફ વૃક્ષ ધરાશાયી થયાના લાઈવ દ્રશ્યો...ગઈકાલે રાત્રે 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હોવાનો CCTV દ્રશ્યો સામે આવ્યા છે. 

નાસ્તાની લારી, ખુરશી અને કાઉન્ટરના કારણે પાર્ક કરેલા બાઈકને નુકસાન પહોંચ્યું. કાઉન્ટર અને ખુરશીઓ બચાવવા માટે વેપારીઓએ દોડધામ કરી હતી...આ સીસીટીવી દ્રશ્યો સુરસાગર તળાવ નજીકના હોવાનું મનાઈ રહી છે...વડોદરામાં ગઈકાલે રાત્રે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હોવાથી આ હાલત  થઈ હોવાનો દાવો કરાયો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link