Milawati Tarbooj: જો..જો તમે પણ ઇંજેક્શનવાળું તરબૂચ તો નથી ખાઇ રહ્યા ને? કેન્સરનો થઇ શકો છો શિકાર
અત્યારે તમે લોકોએ ઘણા એવા વીડિયો જોયા હશે જેમાં ઇંજેક્શન દ્વારા તરબૂચમાં રંગ ભરવામાં આવે છે. એવા મિલાવટી રંગો ના ફક્ત સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પર6તુ કેન્સરનો ખતરો પણ થઇ શકે છે. પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો. અનુજ કુમારે એવા મિલાવટી તરબૂચને ઓળખવાની રીત જણાવી છે.
તરબૂચના એક ટુકડાને તમે કાપી લો. ત્યારબાદ કોટનના સુકા કપડાને તરબૂચ પર ઘસો અને જુઓ કોટનનો રંગ તો બદલાઇ રહ્યો નથી. કોટન જો લાલ રંગનું થઇ જાય તો સમજી લો તરબૂચ કેમિકલ વાળું છે.
અસલી તરબૂચની ઓળખ કરવાની બીજી એક રીત છે. જેમાં તરબૂચનો એક ટુકડો કાપીને પાણી નાખી દો. હવે પાણીના રંગને જુઓ. જો પાણીનો રંગ લાલ થઇ જાય તો તરબૂચ કેમિકલથી પાકેલું છે.
ઘણીવાર તરબૂચ ખાવાથી તેનો સ્વાદ અલગ લાગે છે. એવામાં તરબૂચ મોટાભાગે તો લાલ હોય છે, પરંતુ ખાવામાં તેનો સ્વાદ ખૂબ ઓછો મીઠો હોય છે. જો તમને પણ એવું જ તરબૂચ મળી જાય તો સમજી લો કે તેમાં મિલાવટી રંગ મળે છે.
જે તરબૂચ જમીન પર ઉગાડવામાં આવે છે, તેમાં મોટાભાગે દાગ અને પીળા નિશાન હોય છે, જે પ્રાકૃતિક રૂપથી પકવ્યા હોવાની નિશાની છે. બજારથી તરબૂચ ખરીદતી વખતે સામાન્ય દાગવાળા તરબૂચની પસંદગી કરો, કારણ કે આ પ્રાકૃતિક રીતે પાકેલું હોય શકે છે.
नक़ली तरबूज़े की पहचान: अभी आप लोगों ने कई ऐसे वीडियो देखे होंगे जिसमें इंजेक्शन के ज़रिये तरबूज़े में रंग भरा जाता है। ऐसे मिलवाती रंगों से ना सिर्फ़ स्वास्थ्य ख़राब होता है बल्कि कैंसर तक का ख़तरा हो सकता है। आइये आज जानते हैं कि कैसे सही तरबूज़े की पहचान की जा सकती है। 1)… pic.twitter.com/CA6ixpqMIt
— Dr Anuj Kumar (@dranuj_k) May 26, 2024
જો તરબૂચ કાપતાં અંદરથી જો ખોખલુ નિકળે અથવા થોડા સમય બાદ ખરાબ થવા લાગે તો તેનો અર્થ એ હોઇ શકે છે કે તેના રાસાયિક ઉપચાર અથવા ઇંજેક્શનની મદદથી પકવવામાં આવ્યું છે. કુદરતી રૂપથી પાકેલા તરબૂચ લાંબા સમય સુધી તાજા રહે છે અને જલદી ખરાબ થતા નથી.
Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જાગૃતતાના હેતુથી લખવામાં આવી છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓની મદદ લીધી છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો.