Quad vs China: ક્વાડ દેશોની સામે કેટલું મજબૂત ચીન? જાણો સૈન્ય ક્ષમતામાં કોણ કેટલું તાકાતવર
સૌથી પહેલા ડિફેન્સ બજેટની વાત કરીએ તો ક્વાડ દેશોની પાસે ભારતનું રક્ષા બજેટ 5.25 લાખ કરોડનું છે. તો ઓસ્ટ્રેલિયાનું 3.76 લાખ કરોડ અને જાપાનનું 3.38 લાખ કરોડ છે. અમેરિકાનું સૌથી વધુ ડિફેન્સ બજેટ છે. તેનું બજેટ 55.4 લાખ કરોડ છે. તે મુકાબલે ચીનનું રક્ષા બજેટ 17.78 લાખ કરોડનું છે.
સેનાની વાત કરીએ તો ભારતની સેનામાં આશરે 14 લાખથી વધુ જવાન છે, જ્યારે અમેરિકામાં તેની સંખ્યા 13.9 લાખ જેટલી છે. તો જાપાનની સેનામાં 2.4 લાખ અને ઓસ્ટ્રેલિયાની સેનામાં 59 હજાર જવાન છે. આ બધાને ભેગા કરીએ તો ક્વાડ દેશોની સેનામાં 31 લાખથી વધુ જવાન છે. તો ચીનની સેનામાં 20 લાખ જવાન છે.
તો એરક્રાફ્ટના મામલામાં ક્વાડ દેશોમાં માત્ર અમેરિકા જ ચીન પર ભારે ચે. અમેરિકાની પાસે 13 હજારથી વધુ સૈન્ય વિમાન છે, જ્યારે ચીનની પાસે તેની સંખ્યા માત્ર 3285 છે. આ રીતે જાપાનની પાસે 1449, ઓસ્ટ્રેલિયા પાસે 430 અને ભારત પાસે 2182 સૈન્ય વિમાન છે. તો ફાઇટર જેટના મામલામાં પણ ક્વાડ દેશો આગળ છે. ક્વાડ પાસે 2810 લડાકૂ વિમાન છે, જ્યારે ચીનની પાસે તેની સંખ્યા 1200 જેટલી છે.
જમીન પર યુદ્ધ લડવા માટે ટેન્કને મહત્વનું હથિયાર માનવામાં આવે છે. જો તેની તુલના કરીએ તો ક્વાડ દેશોની પાસે આશરે 12 હજાર ટેન્ક છે તો ચીની સેનામાં 5 હજારથી વધુ ટેન્ક છે. તો સૈન્ય વાહનના મામલામાં ક્વાડ દેશો ચીન કરતા ઘણા આગળ છે. આ ચારેય દેશોની પાસે કુલ 64 હજારથી વધુ સૈન્ય વાહન છે, જ્યારે ચીનની પાસે તેની સંખ્યા 35 હજારની નજીક છે.
નેવીની મહત્વની તાકાત સબમરીન પણ છે. તેવામાં ભારતની પાસે કુલ 17 યુદ્ધ જહાજ છે જ્યારે અમેરિકા પાસે 68, જાપાન પાસે 21 અને ઓસ્ટ્રેલિયા પાસે છ છે. તો જાપાન પાસે યુદ્ધજહાજોની સંખ્યા આશરે 80 છે. ભારતની પાસે એક એરક્રાફ્ટ કરિયર છે, જ્યારે અમેરિકા પાસે 11 કરિયર છે. જાપાન અને ઓસ્ટ્રેલિયા પાસે એકપણ એરક્રાફ્ટ કરિયર નથી. ચીનની પાસે તેની સંખ્યા 2 છે.