વૈભવી જીવન જીવી રહ્યું હતું કપલ, એક એવો નિર્ણય લીધો કે બની ગયું ગરીબ

Mon, 05 Apr 2021-6:42 pm,

ડેઇલી મેઇલના અહેવાલ પ્રમાણે, Kamil Sattar અને તેની ગર્લફ્રેન્ડ Francesca Garrott યુકેના Birmingham માં રહે છે. તેમની આવક દર અઠવાડિયે 7 હજાર યુરો છે. તેની પાસે 12 હજાર યુરોની ભવ્ય રોલેક્સ ઘડિયાળ પણ છે. તેના વ્યવસાયની નેટવર્થ વેલ્યૂ વાર્ષિક 3 કરોડ યુરો સુધી પહોંચ્યું છે.

ત્યારે Mel Clay તેની પત્ની Sophie Cooper ની સાથે Derbyshire માં રહે છે. તેમને 7 મહિનાનો પુત્ર Teddy છે. Mel બસ ડ્રાઇવરનું કામ કરતો હતો પરંતુ બ્રિટેનમાં લોકડાઉનના કારણે તેની નોકરી છૂટી ગઈ. ત્યારે Sophie ને પોતાના પુત્રની સાળસંભાર માટે નોકરી છોડવી પડી. ત્યારબાદથી બંને પર મુશ્કેલીઓનો પહાળ તૂટી પડ્યો અને તેમના માથે 11 હજાર યુરોનું દેવું થઈ ગયું.

Sophie પ્રિંટ આર્ટનો શોખ રાખે છે. તેનું સ્વપ્ન છે કે, પ્રિન્ટ આર્ટના આ શોખને એક બિઝનેસમાં ફેરવો. પરંતુ ગરીબી તેમને બીજું કંઈ કરવા દેતી નથી. જો કે, નસીબને કંઇક બીજું મંજૂર હશે. અમીરીના જીવનથી પરેશાન કામિલે તેને એક અઠવાડિયા માટે લાઇફ સ્વેપિંગની ઓફર આપી, જેને Mel Clay એ સ્વીકાર કરી લીધી.

આ નિર્ણય પછી Mel Clay અને Sophie Cooper તેમના પુત્રને બર્મિંગહામમાં કામિલના ઘરે લઈ ગયા અને ત્યાં વૈભવી જીવનનો આનંદ માણ્યો. ત્યાં આ બંનેએ જીવનમાં બીજી વખત 50 યુરોની ડિનર પ્લેટની મજા માણી.

આ દરમિયાન Kamil અને Francesca ગરીબીનું જીવન જીવવા માટે મેલ અને સોફીના ઘરે ડર્બિશાયરમાં પહોંચ્યા. કરોડપતિ Kamil અને તેની ગર્લફ્રેન્ડે Mel ની માતાનો રૂમ સાફ કર્યો અને સોફીનું પ્રિન્ટનું કામ પૂર્ણ કર્યું. આ સાથે જ તેમણે સોફીના પાલતુ કૂતરાની પણ કાળજી લેવી પડી.

Kamil અને તેની ગર્લફ્રેન્ડને જોઈને આશ્ચર્ય થયું કે Mel નો પરિવાર એક દિવસમાં માત્ર 8 યુરો પર જીવે છે. તેની અઠવાડિયાની આવક માત્ર 54 યુરો હતી. તેને આ જોઇને પણ દુ:ખ થયું કે મેલના ઘરમાં ઘણી સામાન્ય જરૂરીયાતની વસ્તુઓ નહોતી. તેમના ઘરે રહીને તેમને ડિફોલ્ટરોની ઘણી નોટિસો પણ મળી હતી. જેમાં પૈસા નહીં ભરવા સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

લાઈફ સ્વેપિંગનો ટાઈમ પૂરો થયા બાદ બંને પરિવાર પોતપોતાના ઘરે પાછા ફરે છે. આ પછી, કામિલ અને તેની ગર્લફ્રેન્ડ સાથે મળીને મેલના પરિવારને ગરીબીમાંથી કાઢવાનો નિર્ણય કરે છે. તે બંને સપ્તાહમાં 1750 યુરોની સહાય કરવાનો નિર્ણય લે છે. આ સાથે જ મેલ અને સોફીની મદદ માટે કામિલ એક વેબસાઇટ શરૂ કરે છે જેના પર સોફી તેના પ્રિન્ટ વેચી શકે છે.  

Kamil કહે છે કે તેની પોતાની વેબ ડેવલપમેન્ટ કંપની છે, તેથી આ કામ કરવું તેમના માટે મુશ્કેલ નહોતું. કામિલે સોફીને માર્કેટિંગ અંગેની ઘણી ટીપ્સ પણ આપી હતી. કામિલની મદદથી સોફી ખૂબ જ ખુશ છે. તે કહે છે, 'મારે એક નવું પ્રિંટર અને વેબસાઇટની જરૂર હતી. હવે મારી સમસ્યા દૂર થઈ ગઈ છે. આ આપણા માટે નવી શરૂઆત છે અને અમને આશા છે કે હવે આપણે પણ ધનિક થવામાં સમર્થ થઈશું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link