Mirzapur: હવે જાણો 40 હત્યાના ગુનેગાર અસલી મુન્નાની કહાની!

Fri, 30 Oct 2020-12:24 pm,

મિત્રો વર્ષ ૧૯૬૦ પછીના દાયકાઓમાં મુંબઈમાં એક સમયે અંડરવર્લ્ડનો દબદબો હતો બીજી તરફ દેશના અનેક વિસ્તારોમાં પણ માફિયાઓ, ગેંગસ્ટર ધીમે ધીમે પોતાની હુકુમત ચલાવતા થયા હતા. આવો જ  ઉત્તર પ્રદેશમાં હતો કુખ્યાત ગેંગસ્ટર જેનું નામ હતું મુન્ના બજરંગી.

વર્ષ 1965માં ખેડૂત પરિવારમાં જન્મેલ પ્રેમ પ્રકાશને પહેલેથી જ તેના પારિવારિક વ્યવસાયમાં કોઈ રસ નહોતો. પ્રેમ પ્રકાશના 14 વર્ષની ઉંમરે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. લગ્નના થોડા દિવસ બાદ પ્રેમ પ્રકાશની રૂપિયા બાબતે તેના ગામમાં રહેતા ભૂલ્લન સાથે બબાલ થઈ હતી. ભૂલ્લેને મુન્નાના ચાચાને ગાળ આપી હતી જે મુન્નાથી સહન ન થયું, તે સમયે મુન્નાએ 250 રૂપિયાની પિસ્તોલ ખરીદી અને ભૂલ્લનની ગોળી મારીને હત્યા કરી દીધી. આ રીતે પ્રેમ પ્રકાશે ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો અને ત્યારબાદ તે ઓળખાયો મુન્ના બજરંગીના નામથી.

માફિયા અન્સારીના કહેવા પર મુન્નાએ અનેક લોકોના ઢીમ ઢાળી દીધા. જોતજોતામાં મુન્ના માફિયા ડોન અન્સારીની ગેંગનો ખાસ શૂટર બની ગયો. અન્સારીના કહેવા પર મુન્નાએ ભાજપ નેતા કૈલાશ દુબેની હત્યા કરી.

માત્ર ૧૪ વર્ષની ઉંમરે હત્યા કરનાર મુન્ના બજરંગી હવે રીઢો ગુનેગાર બની ગયો હતો. હવે મુન્નાને ગુનાખોરીની દુનિયામાં પોતાનો સિક્કો જમાવવો હતો જેથી તે માફિયા ડોન અન્સારીના સંપર્કમાં આવ્યો. મુન્નાનો માફિયા અન્સારી સાથે સંપર્ક તેના મિત્ર અનિલ સિંહે કરાવ્યો હતો. 

મુખ્તાર અન્સારીના ધારાસભ્ય બનતા મુન્ના બજરંગીને તેના ગુનાઓને અંજામ આપવા માટે લાયસન્સ મળી ગયું. વર્ષ 1998માં  STFની ટીમે મુન્ના બજરંગી પર ફાયરિંગ કર્યું. પોલીસે એન્કાઉન્ટર કરવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા. વર્ષ 2002માં તિહાડ જેલમાંથી બહાર આવ્યા બાદ મુન્ના બજરંગીએ મુખ્તારના કહેવા પર લખનઉ હાઇવે પર ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની Ak -47 થી ગોળીઓ વરસાવી હત્યા કરી નાખી. આ ખૂની ખેલમાં ધારાસભ્ય સહિત 6 લોકોના મોત થયા. આ હત્યાકાંડથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભૂકંપ આવી ગયો. આ ઘટનાથી મિર્ઝાપુર, જૌનપુર સહિત સમગ્ર પૂર્વાંચલમાં મુન્નાનો ડર ફેલાઈ ગયો અને મુન્ના બજરંગી મોસ્ટ વોન્ટેડ બની ગયો.

ભાજપના ધારાસભ્યની હત્યા સહિત અનેક ગુનાઓને અંજામ આપનાર મુ્ન્ના બજરંગીને પકડવા પોલીસ, STF અને CBIની ટીમ  કામે લાગેલી હતી.  કહેવાય છે કે મુન્ના બજરંગીને પકડવા 7 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરાઈ હતી.. હત્યા, અપહરણ, ખંડણી સહિતના અનેક આરોપો મુન્ના બજરંગી પર હતા. ઘણા વર્ષો સુધી મુન્નાએ મુંબઈમાં આશરો લીધો. તે સમયે અંડરવર્લ્ડ સાથે પણ મુન્નાના સબંધ વધુ મજબૂત બન્યા.

બેખૌફ રહેતો મુન્ના બજરંગી સાથે હવે મુખ્તાર અન્સારીના સંબધ પણ વણસી ચૂક્યા હતા. વર્ષ 2018 સુધીમાં મુન્નાની ધરપકડ થઈ ચૂકી હતી. 8 જૂલાઈ 2018ના દિવસે મુન્ના બજરંગીને ઝાંસીથી બાગપત જેલમાં લઈ જવાયો હતો. મુન્નાને 9 જૂલાઈએ ખંડણી કેસમાં કોર્ટમાં રજૂ કરવાનો હતો પરંતું વહેલી સવારે 5.30 કલાકે જેલમાં જ અન્ય ગેંગસ્ટર સુનિલ રાઠી જેલની અંદર થયેલા ઝઘડામાં તેની હત્યા કરી નાખે છે. કહેવાય છે કે મુન્ના બજરંગીએ બે દાયકા કરતાં વધુ સમય દરમિયાન 40 લોકોની હત્યા કરી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link