Auto Rickshaw ડ્રાઈવરની પુત્રીએ Miss India 2020 માં મેળવ્યું આ સ્થાન, સંઘર્ષમાં વિતાવ્યું જીવન

Sun, 14 Feb 2021-7:12 pm,

માન્યા સિંહ ઉત્તર પ્રદેશના રિક્ષાચાલકની પુત્રી છે. આ જીત તેમના માટે વિશેષ છે કારણ કે તે ઘણી રાત અને ઘણા વર્ષોની મહેનત પછી પ્રાપ્ત થઈ છે.

Manya Singh એ સફળતાના માર્ગમાં ચાલી રહેલા સંઘર્ષો અંગે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટ 'This Is My Story' દ્વારા પોતાની વાત બધા સમક્ષ રજૂ કરી હતી.

Manya Singh કહે છે કે, તેના માતાપિતાએ માન્યાની પરીક્ષા ફી ચૂકવવા માટે જે નાના-મોટા ઘરેણાં ગીરો મૂક્યા હતા.

કુશીનગરમાં જન્મેલી માન્યાએ જણાવ્યું કે તે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછરેલી છે, ઘણી રાત ભોજન વિના વિતાવી અને માત્ર થોડા રૂપિયા બચાવવા માટે માઈલો સુધી ચાલતી હતી.

માન્યાએ કહ્યું કે ઓટો ડ્રાઇવરની પુત્રી હોવાના કારણે અને પુસ્તકોના ખર્ચ ન ઉઠાવી શકવાના કારણે શાળાના દિવસોમાં પણ તેની અવગણના કરવામાં આવી હતી.

માન્યા સિંહના કહેવા પ્રમાણે, 'તેની માતા કહેતી હતી કે હેસિયતથી વધારે સ્વપ્ન ન જોવો જોઈએ, પરંતુ મેં જે કહ્યું હતું તે મેં પૂર્ણ કર્યું.'

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link