ભારે પ્રયાસ પછી મિસ વર્લ્ડ માનુષી પછાડી ન શકી પ્રિયા પ્રકાશને કારણ કે...
નવી દિલ્હી : મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના ચાહકોનો આંકડો ઇન્સ્ટાગ્રામ પર 40 લાખનો આંકડો પાર કરી ગયો છે. જોકે આમ છતાં માનુષી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશથી બહુ પાછળ છે. તેના ચાહકોની સંખ્યા 61 લાખથી પણ વધારે છે. જોકે પોસ્ટના મામલામાં માનુષી તો પ્રિયા કરતા બહુ આગળ છે.
માનુષીએ 25 જુલાઈ, 2018 સુધી ઇન્સ્ટાગ્રામ પર 356 પોસ્ટ કરી છે અને પ્રિયા પ્રકાશે માત્ર 101 પોસ્ટ. માનુષીની પોસ્ટમાં તેની ડ્રેસિંગ સ્ટાઇલસના વખાણ છે જ્યારે પ્રિયાએ દરેક પ્રકારની પોસ્ટ મૂકી છે.
માનુષી છિલ્લર હરિયાણાની વતની છે. તેણે 2017માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.
આ પહેલાં મિસ વર્લ્ડનો તાજ જીતી ચૂકેલી ઐશ્વર્યા અને પ્રિયંકાએ બોલિવૂડમાં પોતાના માાટે ખાસ જગ્યા બનાવી છે. આ સિવાય ડાયના હૈડન તેમજ યુક્તા મુખી પણ બોલિવૂડમાં કામ કરી ચૂકી છે. હવે વારો છે માનુષી છિલ્લરનો.
એક ઇન્ટરવ્યૂમાં માનુષીએ જણાવ્યું હતું કે જો તેને અવસર મળે તો તે બોલિવૂડમાં કામ કરવા પણ તૈયાર છે.
માનુષીને નૃત્ય, સિંગિગ, કવિતા લખવાનો તેમજ ડ્રોંઇગનો શોખ છે. તે માને છે કેઆપણા સપના અનંત છે અને એના પર શંકા ન કરવી જોઈએ. માનુષીનો ઉછેર તેના માતા-પિતાએ હરિયાણામાં કર્યો છે.
માનુષી અને તેના પરિવાર માટે મોડલિંગની દુનિયા નવી છે. તેના પરિવારના મોટાભાગના લોકો એકેડેમિક બેકગ્રાઉન્ડ ધરાવે છે અને મનોરંજન તેમજ સૌદર્ય પ્રતિયોગિતા સાથે ખાસ સંબંધ નથી.