અનુપમાની વહુ પણ કાસ્ટીંગ કાઉચનો શિકાર થઈ ચૂકી છે, આખરે હૃદયના ખૂણે દબાયેલુ દર્દ

Fri, 08 Oct 2021-4:10 pm,

કાસ્ટીંગ કાઉચ બોલિવુડનું કાળુ સત્ય છે. હંમેશા યુવતીઓને પોતાનુ કરિયર બનાવવાના ચક્કરમાં કાસ્ટિંગ કાઉચના જાળમાં ફસાવવુ પડે છે. અનેક અભિનેત્રીઓએ કાસ્ટીંગ કાઉચને લઈને પોતાના અનુભવો શેર કર્યા છે. આ લિસ્ટમાં હવે સીરિયલ અનુપમા (Anupamaa) માં જોવા મળતી અદાકારાનુ નામ પણ સામેલ થયુ છે. 

સીરિયલ અનુપમામાં કાવ્યાનુ પાત્ર ભજવતી એક્ટ્રેસ મદાલસા શર્મા બોલિવુડ સ્ટાર મિથુન ચક્રવર્તીની વહુ પણ છે. મદાલસા પણ કાસ્ટીંગ કાઉચનો શિકાર થઈ ચૂકી છે.

મદાલસા શર્માએ કાસ્ટીંગ કાઉચને લઈને ખુલાસો કર્યો છે કે, એક વેબ પોર્ટલને વાત કરતા મદાલસા શર્માએ જણાવ્યું કે, આજના જમાનામાં યુવક અને યુવતી બંને ખતરનાક છે. જો તમે કોર્પોરેટ જગતમાં જઈએ તો ત્યા યુવતી પુરુષોથી ઘેરાયેલી હોય છે. કેટલાક લોકો તમારામાં રસ દાખવે છે. એક કલાકાર હોવાને નાતે તમારી પસંદગી હોય છે. તમે સરળતાથી ખરાબ લોકોથી પીછો છોડાવી શકો છો.

આગળ મદાલસા શર્માએ કહ્યું કે, અચ્છાઈ અને બુરાઈ સાથે ચાલે છે. એ તમારી મરજી પર નિર્ભર કરે છે કે તમે શુ ઈચ્છો છો. લોકો તમને ભડકાવી શકે છે. પરંતુ તમે તમારી મરજીથી તેને બદલી નથી શક્તા. મેં પણ આ પ્રકારની ઘટનાઓનો સામનો કર્યો છે. અનેકવાર મીટિગમા લોકો મને અનકમ્ફર્ટેબલ અનુભવ કરાવતા હતા. એવા લોકોને નજરઅંદાજ કરવા હુ ત્યાંથી નીકળી જતી હતી. 

મદાલસા શર્માએ આગળ જણાવ્યું કે, મને આગળ વધવાથી કોઈ રોકી શકતુ નથી, ન તો કોઈનામાં એટલી હિંમત છે કે તે મને આગળ ન જવા દે. હું અહી એક એક્ટ્રેસ બનાવા આવી છું. હુ મારુ કામ કરુ છું અને જતી રહુ છું. તમારી જિંદગી સાથે કેવી રીતે ડિલ કરવી તે તમારા હાથમાં છે. કોઈ તમારી જિંદગી પર હક દાખવી શક્તુ નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link