Kishore Kumar ની પત્નીએ મિથુન માટે પતિને છોડ્યો, યોગિતા સાથે લગ્ન બાદ મિથુન પાછો શ્રીદેવીના પ્રેમમાં પડ્યો, એ બન્નેના પણ થયા લગ્ન!
મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત 1976માં આવેલી મૃગ્યા ફિલ્મથી કરી હતી. પહેલી જ ફિલ્મમાં શાનદાર અભિનય માટે મિથુનને સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકેનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. મિથુને જ્યારે પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત કરી તે સમયે જ તેમને એક પરિણીત અભિનેત્રી સાથે પ્રેમ થઈ ગયો. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ યોગિતા બાલીની.
જ્યારે યોગિતા મિથુનની નજીક આવી તે સમયે કે જાણીતા ગાયક કિશોર કુમારની પત્ની હતી. યોગિતા કિશોર કુમારની ત્રીજી પત્ની હતી. પરિણીત હોવા છતાં યોગિતા મિથુન પર ફિદા થઈ ગઈ. પછી શું લગ્નના માત્ર બે જ વર્ષમાં યોગિતાએ મિથુન માટે કિશોર કુમારને તલાક આપી દીધાં.
તલાક પછી સમાજની પરવાહ કર્યા વિના યોગિતાએ મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કરી લીધાં. યોગિતાના આ નિર્ણય બાદ કિશોર કુમાર અને મિથુન વચ્ચે તકરાર શરૂ થઈ ગઈ. કિશોર કુમારે ત્યાર પછી મિથુન માટે કોઈ ગીત ન ગાયું. જોકે, મિથુન પછી હંમેશા યોગિતાની સાથે રહ્યો.
યોગિતા સાથે લગ્ન કર્યા બાદ રંગીન મિઝાઝના મિથુનને ફરી એકવાર પ્રેમ થઈ ગયો. આ વખતે મિથુન તે સમયની સુપરહીટ અભિનેત્રી શ્રીદેવીના પ્રેમમાં પડ્યો. 80ના દશકમાં મિથુન અને શ્રીદેવી પોતાના ફિલ્મી કરિઅરની ઉંચાઈઓ સર કરી રહ્યાં હતાં. ફિલ્મ ગુરુ દરમિયાન આ બન્નેની પહેલી મુલાકાત થઈ હતી. તે સમયે પરિણીત હોવા છતાં પણ મિથુન શ્રીદેવીને પોતાનું દિલ દઈ બેઠાં.
કેટલાંક મીડિયા રિપોર્ટસની માનીએ તો મિથુન અને શ્રીદેવીએ તે સમયે છુપાઈને મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં. જોકે, મિથુનની પત્ની યોગિતા બાલીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે મોટો બખેડો થયો. આ વાતની જાણ થતાંની સાથે જ મિથુનની પત્ની યોગિતા બાલીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનાથી મિથુન એકદમ ડરી ગયો. અને ત્યાર પછી મિથુને જાતે જ શ્રીદેવીથી અંતર બનાવી લીધું. શ્રીદેવી અને મિથુને ક્યારે પોતાના સંબંધો અને લગ્નને લઈને જાહેરમાં કઈ નથી કહ્યું. જોકે, ત્યાર પછી શ્રીદેવીએ બોનીકપુર સાથે સાતફેરા લઈ લીધાં. જોકે, ગૂગલમાં સર્ચ કરવા પર મિથુનની બે પત્નીઓના નામ સામે આવે છે જેમાં એક નામ યોગિતા બાલીનું છે તો બીજું નામ શ્રીદેવીનું છે.