Roti Flour: ઘઉંના લોટમાં આ 4 માંથી કોઈ 1 લોટ થોડો મિક્સ કરી દો, સુપર હેલ્ધી રોટલીથી સુગર, કોલેસ્ટ્રોલ, વજન બધું રહેશે કંટ્રોલમાં
શિયાળામાં બાજરાનો લોટનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને બાજરો માફક નથી આવતો. આવી સ્થિતિમાં રોટલીના લોટમાં તમે ચોથા ભાગનો બાજરાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવશો તો તેનાથી શરીર ગરમ પણ રહેશે પાચન ક્રિયા સુધરશે અને હાડકા પણ મજબૂત થશે.
શિયાળામાં મકાઈના લોટના પણ રોટલા અને રોટલી બનતા હોય છે. મકાઈના લોટમાં કાર્બોહાઇડ્રેટ અને એનર્જી આપતા તત્વ હોય છે. તેનાથી પાચન ક્રિયા પણ સારી રહે છે. રોટલી માટે રોટલીના લોટમાં ચોથા ભાગનો મકાઈનો લોટ મિક્સ કરીને રોટલી બનાવશો તો વધારે ફાયદાકારક રહેશે.
ચણા પ્રોટીનનો સૌથી સારો સોર્સ છે. આ લોટના ઉપયોગથી બનેલી રોટલી ઈમ્યુનિટીને બુસ્ટ કરશે અને સ્નાયુને પણ તાકાત આપશે. ઘઉંના લોટમાં છઠ્ઠા ભાગનો ચણાનો લોટ મિક્સ કરીને રોટલી ખાવાથી તે પેટ માટે સારી રહેશે.
સોયાબીનમાંથી બનાવેલો લોટ શિયાળામાં ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. ઘઉંના લોટમાં 1/8 ભાગનો સોયાબીનનો લોટ મિક્સ કરીને રોટલીનો લોટ બાંધવો અને પછી તેની રોટલી બનાવવી. આ રોટલી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.