PICS: મોબાઈલ ફોન જો આ જગ્યા પર રાખવાની આદત હોય તો અત્યારે જ ચેતી જાઓ, થઈ શકે છે વિસ્ફોટ
મોટાભાગના લોકો પોતાના મોબાઈલ ફોન તકિયા નીચે કે પછી તેને પાસે રાખીને સૂઈ જાય છે. આવામાં મોબાઈલ ફોનનું તાપમાન ખુબ વધી જાય છે. આ કારણે મોબાઈલમાં વિસ્ફોટ પણ થઈ શકે છે. જો તમે પણ આ ભૂલ કરતા હોવ તો ચેતી જજો. સૂતી વખતે મોબાઈલને તમારી નજીક જરાય ન રાખતા.
હાલમાં જ અનેકવાર શર્ટના ખિસ્સામાં રાખેલા ફોનમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી ચૂકી છે. જો તમે પણ મોબાઈલ ફોન તમારા શર્ટના ખિસ્સામાં રાખતા હશો તો આ આદત તમારા માટે જોખમી બની શકે છે. શર્ટના ખિસ્સામાં મોબાઈલ ફોનને વધુ વાર સુધી રાખી શકાય નહીં. તેનાથી વિસ્ફોટની શક્યતા વધી જાય છે.
જો તમે આખી રાત મોબાઈલ ચાર્જમાં રાખતા હોવ તો આમ કરવાનું બંધ કરી દો. કારણ કે તે તમારા ફોનની બેટરી ખરાબ કરી શકે છે. વાત જાણે એમ છે કે મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે લોકોએ તેને અનેકવાર ચાર્જ કરવો પડે છે. આવામાં લોકો આખી રાત મોબાઈલ ચાર્જિંગ પર રાખીને મૂકી દે છે. મોટાભાગે જોવા મળે છે કે અનેકવાર રાતભર ચાર્જિંગ કરવાથી પણ મોબાઈલમાં વિસ્ફોટ થાય છે.
જો મોબાઈલ ચાર્જ માટે તમે લોકલ ચાર્જરનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન થઈ જાઓ. તમારે હંમેશા મોબાઈલના ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત તમારા ફોનની બેટરી ખરાબ થઈ ગઈ હોય તો તમે લોકલ બેટરીનો ઉપયોગ કરવાનું ટાળો. કારણ કે લોકલ ક્વોલિટીની બેટરીનો ઉપયોગ મોબાઈલ વિસ્ફોટનું કારણ બની શકે છે.