Sovereign Gold Bond: સસ્તામાં સોનું વેચી રહી છે મોદી સરકાર, 13 ઓગસ્ટ સુધી ખરીદવાની તક
સરકારની આ સ્કી 9થી 13 ઓગસ્ટ 2021 સુધી છે. આ ખરીદ અવધિ દરમિયાન ગોલ્ડ બોન્ડની કિંમત 4790 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. એટલે કે તમે ઓછી કંમતમાં ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. ભારત સરકાર તે રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામ છૂટ આપશે જે ઓનલાઇન અરજી કરશે અને ડિજિટલ માધ્યમથી ચુકવણી કરશે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની કિંમત 4740 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.
ગોલ્ડ બોન્ડની આ કિંમત ફિઝિકલ ગોલ્ડના બજાર મૂલ્યના મુકાબલે સસ્તી છે. આ સ્કીમ સાથએ જોડાવા માટે બોન્ડના ઓછામાં ઓછા એક ગ્રામની ખરીદી કરવી ફરજીયાત છે. ખરીદવાની વધુમાં વધુ મર્યાદા 4 કિલોગ્રામ છે. બોન્ડની મેચ્યોરિટી અવધિ 8 વર્ષની હોય છે. પરંતુ પાંચ વર્ષ બાદ તેમાંથી બહાર નિકળવાનો વિકલ્પ મળે છે. વ્યાજની વાત કરીએ તો દર પર્ષે 2.50 ટકા છે.
એસબીઆઈ સહિત અન્ય સરકારી અને ખાનગી બેન્ક ઓનલાઇન સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ સાથે જોડાવાની તક આપી છે. જો તમે નેટ બેન્કિંગ કે મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરો છો તો તમને સ્કીમનો વિકલ્પ દેખાશે. તો સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિં. (એસએચસીઆઈએલ), પસંદગીની પોસ્ટ ઓફિસ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) દ્વારા ગોલ્ડ બોન્ડ ખરીદી શકાય છે.