Photos : PM મોદીને કારણે ઝટપટ ઉપડી રહ્યાં છે ખાદીના કુરતા અને જેકેટ

Mon, 29 Apr 2019-1:28 pm,

દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બાદ દેશના સૌથી સ્ટાઈલિશ અને સ્માર્ટ પીએમ છે નરેન્દ્ર મોદી. 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ દેશ આઝાદી અને ગણતંત્રના પર્વમાં વ્યસ્ત હતો, ત્યારે દેશનો એક વર્ગ માત્ર એવુ જ જોવા માંગતો હતો કે, આ વખતે પીએમ મોદીના સાફાના રંગ કયો હશે, કુરતો કેવો હશે. યુવાઓ માટે ફેશન આઈકન બની ચૂકેલ પીએમ મોદીનો કુરતો સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ચૂક્યું છે. જે રીતે લોકોએ પંડિત નહેરુના સદરીને નહેરુ બંડી નામ આપ્યું અને બંધ ગળાના કુરતાને નહેરુ ગળાથી પ્રખ્યાત કર્યું, તેવી જ રીતે અડધી બાંયના કુરતાને દેશમાં ફેશન તરીકે લાવનાર પીએમ મોદી છે. 

પરંતુ એ જાણવું રોચક રહેશે કે, મોદી કુરતો આખરે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ચૂકેલ કુરતાની બાજુ કાપવાની વાતની શૂરઆતના મૂળમાં અત્યંત સાદગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાની અંગત વાતો શેર કરી હતી. જેમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને લઈને તેમણે કહ્યું હતું કે, મમતા દીદી આજે પણ વર્ષમાં મારા માટે એક-બે કુરતા જરૂર મોકલે છે. 

મોદી કુરતો અને કોટી આજકાલ યુવા રાજનેતાઓની પહેલી પસંદ બની રહી છે. ગુજરાતમાં ખાદીના કપડાની દુકાનોમાં દિવસેને દિવસે નવા યુવાઓ તથા નેતાઓ મોદી કુરતા અને કોટીની માંગ કરી રહ્યાં છે. જ્યારે એકવાર પીએમ મોદીને તેમના સ્ટાઈલિશ કુરતા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આરએસએસ અને ભાજપમાં કામનો મતલબ માત્ર સતત મુસાફરી જ નથી, પરંતુ અનિશ્ચિત અને મહેનતવાળા કાર્યક્રમ પણ છે. હું તો હંમેશાથી મારા કપડા જાતે જ ધોતો આવ્યો છું, તેથી મેં વિચાર્યું કે, આખી બાંયનો કુરતો ધોવો બહુ જ અઘરુ કામ હતું અને તે વધુ સમય લેતુ હતું. તેથી મેં મારા કુરતાની બાય કાપવાનો નિર્ણય લીધો.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ખાદીના કપડાની પસંદ કરવામાં મદદગાર થનાર શેરુ પઠાણનું માનવું છે કે, તેઓ પહેલેથી જ ખાદી પહેરે છે. મુખ્યમંત્રી બન્યા બાદ, જ્યારે ખાદી ખરીદવા દુકાન પર આવતા, ત્યારે તેઓ ગુજરાતના નાગરિકોને પણ ખાદી ખરીદવાની અપીલ કરતા હતા. ત્યારે હવે વધી રહેલી મોદી કુરતા, અને કોટીના માંગથી વેપારીઓ પણ ખુશ છે, અને તેમના વેપારમાં તેજી આવી છે. સમયની સાથે હવે મોદી કુરતો દુનિયાભરમાં પ્રસિદ્ધ થઈ ગયો છે. આ ઉપરાંત મોદી માસ્ક, કપ, ટી-શર્ટ, બૈજ તથા ચોકલેટ જેવી અનેક વસ્તુઓનો પણ ટ્રેન્ડ છે.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link