Modi@20: PM મોદીના જીવન અને વિઝનને વ્યક્ત કરતા નેશનલ એક્ઝિબિશનનો પ્રારંભ, જુઓ PHOTOS

Sat, 03 Jun 2023-9:06 pm,

આ પ્રદર્શનમાં દેશભરમાંથી પસંદ કરાયેલા 100 પ્રસિધ્ધ યુવા કલાકારોની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શનનુ આયોજન ભુવનેશ્વરના સુભદ્રા ટ્રસ્ટના એક એકમ સુભદ્રા આર્ટ ગેલેરીએ કર્યુ છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ વિવધ કલાકૃતિઓનો ઉપયોગ કરીને ગુજરાતના અને દેશના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોંધપાત્ર મજલ અને વિઝનરી નેતૃત્વ અંગે જાણકારી આપવાનો છે.

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ કે. બારોટ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સુભદ્રા આર્ટ ગેલેરી ના ચેરમેન ડૉ સૂર્ય રથ અને સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી ના ચેરમેન એચ કે દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Modi@20 માં જે કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિધ્ધિઓ, રાષ્ટ્ર માટે વ્યાપક સમર્પણ ભાવના અને વિકસિત ભારતના રૂપાંતર અંગેના વિઝનને આવરી લેવામાં આવ્યુ છે. આ અનોખા પ્રદર્શનમાં નરેન્દ્ર મોદીના જીવનના વિવિધ તબક્કાને આવરી લેવામાં આવ્યા છે. અને તેમના પ્રેરણાદાયી નેતૃત્વ, સામાજીક પ્રયાસો અને પ્રગતિ માટેની અપાર ખેવનાનાં વિવિધ પાસાં દર્શાવવામાં આવ્યાં છે. આ પ્રદર્શનનુ આયોજન સુભદ્રા આર્ટ ગેલેરીના ડિરેકટર અશોક નાયક દ્વારા કરવામાં આવ્યું છે

Modi@20 અંગે વાત કરતાં બદ્રી મહાપાત્ર, ચેરમેન, રિસેપ્શન કમિટી જણાવે છે કે આ પ્રદર્શન દ્વારા અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોંધપાત્ર સિધ્ધિઓને આવરીલેવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રદર્શન એ તેમના વિઝનરી નેતૃત્વના ઉદાહરણરૂપ છે. અમને આ પ્રદર્શન અમદાવાદમાં રજૂ કરવાનો આનંદ છે. અમને વિશ્વાસ છે કે આ પ્રદર્શન લોકોને તેમના વધુને વધુ પરિવર્તન અને પ્રગતિલક્ષી પાસાનો સાચા અર્થમાં પરિચય કરાવશે.

 આ પ્રદર્શન ભુવનેશ્વર, ગુવાહાટી, નાગપુર અને ભોપાલમાં યોજાઈ ચૂક્યું છે અને તેને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. આ પ્રદર્શન તા. 2 થી 4 જૂન દરમ્યાન ગુજરાત સ્ટેટ લલિતકલા આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link