રાજકોટમાં યુવાને 22 દિવસમાં બનાવ્યું શુદ્ધ સોનામાંથી PM મોદીનું પોટ્રેટ
રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આવેલ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં આજથી ૫ દિવસ પ્રધાનમંત્રી મોદીની કલાકૃતિના એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝીબીશનમાં રાજકોટના એક મોદી ભક્ત સોની યુવાનએ શુદ્ધ સોનું અને ચાંદીની મદદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અલગ અલગ ૩ પોર્ટરેટ તૈયાર કર્યા છે.
એક તરફ દેશમાં ચુંટણીનો માહોલ છે. તો બીજી તરફ રાજકોટમાં પ્રધાનમંત્રીની નરેન્દ્ર મોદીની કલાકૃતિ આધારિત એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આવેલ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે પ્રધાનમંત્રીની નરેન્દ્ર મોદીની કલાકૃતિ આધારિત એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 150 જેટલા કલાકારોએ તૈયાર કરેલ ૯૦૦ જેટલી કલા કૃતિઓ જોવા મળશે.
આ એક્ઝીબીશનમાં ખાસ આકર્ષણના કેન્દ્ર સમાન કોઈ કૃતિ હોય તો એ છે મોદી ભક્ત સોની યુવાનએ તૈયાર કરેલ શુદ્ધ સોના ચાંદીની ત્રણ પોર્ટરેટ તસ્વીર... રાજકોટના સોની યુવાને 20 થી 22 દિવસની મહેનત બાદ બારીકાઇથી અલગ અલગ મેસેજ મારફત ખાસ પોર્ટરેટ તૈયાર કરેલ છે. ગ્લોબલ ઇન્ડિયા, ભારત માતાકી જય અને પ્રધાનમંત્રીએ દેશને આપેલ ભેટ સમાન પ્રોજેક્ટની તસ્વીર રૂપી ઝાંખી શુધ્ધ સોના ચાંદીની મદદથી બનાવવામાં આવેલ છે.
એક્ઝીબીશનમાં મુકવા માટે સોની યુવાને અલગ અલગ ત્રણ થીમ આધારિત પોર્ટરેટ તૈયાર કરેલ છે. જેમાં પ્રથમ પોર્ટરેટમાં ભારતમાતા કી જય એટલે કે. પ્રધાનમંત્રીની દેશભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને ભારત દેશના નકશાની વચ્ચે નરેન્દ્ર મોદીની તસ્વીર મૂકી છે. ભારત દેશ સોનાની ચીડિયા સમાન માનવામાં આવે છે. માટે આખા નકશાને સોનાની બોર્ડરથી તૈયાર કરેલ છે.
બીજા પોર્ટરેટમાં ગ્લોબલ ઇન્ડિયા એટલે કે ગ્લોબલ ઇન્ડિયાનું સ્ટેન્ડ શું છે. અને અત્યાર સુધી પ્રધાનમંત્રીએ વિવિધ દેશના વડાઓ સાથે લીધેલ મુલાકાતની તસ્વીર સોના ચાંદીના વર્કથી બનાવવામાં આવેલ છે. અને ત્રીજા પોર્ટરેટમાં પ્રધાનમંત્રીએ દેશને આપેલ મહાન સિદ્ધિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. જેમાં સ્વચ્છ ભારત મિશન, મેક ઇન ઇન્ડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નેશનલ વોર મેમોરલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટ ખાતે યોજાયેલ આ એક્ઝીબીશનમાં લોકો સવારના ૧૦ વાગ્યા થી સાંજના ૧૦ વાગ્યા સુધી તમામ કૃતિઓ નિહાળી શકશે. અને તેમાં ખાસ આ સિલ્વર ગોલ્ડથી બનેલ પોર્ટરેટ આકર્ષણના કેન્દ્ર સમાન રહેશે. ઉલેખ્ખનીય છે કે, આ અગાઉ આ જ સોની યુવાન દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, સાઉથના સુપર સ્ટાર રજનીકાંત અને રાજકોટ ખાતે યોજાયેલ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં પ્લેયર્સને આપવામાં આવેલ સિલ્વર ગોલ્ડ ટ્રોફી પણ તૈયાર કરવામાં આવેલ છે.
મહત્વનું છે, કે રાજકોટના સોની યુવાને 20 થી 22 દિવસની મહેનત બાદ બારીકાઇથી અલગ અલગ મેસેજ મારફત ખાસ પોર્ટરેટ તૈયાર કર્યા છે, પ્રધાનમંત્રીના બનાવેલ પોર્ટરેટ નરેન્દ્ર મોદીને મોકો મળે તો ભેટ આપવાની ઈચ્છા પણ આ મોદી ભક્તે વ્યક્ત કરી છે.