Money Indications: આ છે ઘરમાં દેવી લક્ષ્મીના કુમકુમ પગલાં પડવાના સંકેત, મળે છે અપાર ધનસંપત્તિ અને વૈભવ

Tue, 07 Sep 2021-9:55 am,

સપનામાં સાપ દેખાય એ તો સામાન્ય વાત છે પરંતુ સાપ તેના દર સાથે દેખાય તે ખુબ શુભ હોય છે. અચાનક ઢગલો પૈસા મળવાનો આ સંકેત છે. 

જો સપનામાં સોનું દેખાય તો તેનો સંકેત એ છે કે માતા લક્ષ્મી તમારા પર મહેરબાન થવાની છે. 

જો સપનામાં તમને મધપૂડો દેખાય તો તે ખુબ જ શુભ હોય છે. તે પૈસા આવવાનો સંકેત આપે છે. 

સપનામાં જો ઉંદર દેખાય તો સમજી લેવું કે ધન ધાન્યથી ઘર ભરાઈ જવાનું છે. હવે તમારા જીવનમાં કોઈ ભૌતિક સુખની કમી નહીં રહે. 

સપનામાં કોઈ પણ ભગવાન દેખાય તે ખુબ શુભ મનાય છે. જીવનમાં સફળતા મળવાના અને ખુબ પૈસા મળવાનો સંકેત છે. 

સપનામાં જો તમને પ્રગટેલો દીવો દેખાય તો વ્યક્તિને અપાર ધન દૌલત મળવાની પૂર્વ સૂચના મળે છે. આ સપનું પણ ખુબ જ શુભ મનાય છે. 

જો સપનામાં પોતાની જાતને જ તમે વીંટી પહેરાવતી જુઓ તો તે જીવનમાં સમૃદ્ધતા આવવાનો સંકેત છે. જો કોઈ યુવતીને આ સપનું દેખાય તો જલદી વિવાહ થવાના પણ સંકેત છે. 

(ખાસ નોંધ- આ લેખમાં અપાયેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link