46 વર્ષની થઈ Don ની દિલરૂબા અને Bollywoodની હોટ હીરોઈન, ફિલ્મો કરતા ડોન સાથેનો પ્રેમ સંબંધ રહ્યો વધુ ચર્ચામાં

Mon, 18 Jan 2021-10:50 am,

મોનિકા બેદી એક વર્ષ સુધી કામ વગર રહી પરંતું ત્યારબાદ તેને સુરક્ષા, કાલા સામ્રાજ્ય, જાનમ સમજા કરો અને જોડી નંબર-1 જવી ફિલ્મોમાં કામ કર્યું. મોનિકાએ સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું. મોનિકાએ ફિલ્મોમાં તો કામ કર્યું પરંતું હજી સુધી કોઈ ખાસ ઓળખ મળી નહોંતી..

વર્ષ 1998ની આ વાત છે, મોનિકા બેદી દૂબઈમાં એક શોમાં હાજરી આપવા ગઈ હતી. ત્યા અબૂ સાલેમ (Abu Salem) ની મુલાકાત મોનિકા બેદીની મુલાકાત થઈ. અબૂ સાલેમ મોનિકા બેદીની સુંદરતાના ત્યા જ આશિક બની ગયા હતા. અબૂ સાલેમે મોનિકા સામે પોતાનું અલગ નામ કહ્યુ હતું અને પોતાની ઓળખ બિઝનેસમેન તરીકેની આપી હતી. મોનિકા બેદી મુંબઈમાં પરત ફરી... મુંબઈમાં મોનિકા અને અબુ સાલેમ સાથે ટેલિફોનિક વાતચીત થતી રહેતી હતી.  

9 મહિના સુધી મોનિકા અને અબૂ સાલેમ (Abu Salem) વચ્ચે વાતચીત રહેતી હતી. મોનિકા બેદી (Monica Bedi)ને જ ખ્યાલ ન રહ્યો કે તે ક્યારે અબૂ સાલેમના પ્રેમમાં પડી ગઈ.મોનિકા (Monica Bedi) ત્યારબાદ દૂબઈને તેને મળવા જવા લાગી. આ બધા વચ્ચે અબૂ સાલેમે (Abu Salem) મોનિકાને પોતાની અસલી ઓળખ આપી દીધી. મોનિકાએ પોતે આ વાત સ્વીકારી હતી કે જે જ્યારે અબૂ સાલેમને પ્રેમ કરવા લાગી ત્યા સુધી તેને ખબર નહોંતી કે અંડરવર્લ્ડ ડૉન છે, મોનિકા (Monica Bedi)  તેવું માનતી હતી કે વ્યક્તિ જ્યારે પ્રેમમાં હોય ત્યારે તે બીજુ કઈ વિચારી શકતી નથી.

મોનિકા (Monica Bedi) અને અબૂ સાલમે (Abu Salem) ઘણો સમય દૂબઈમાં સાથે રહ્યા હતા. મોનિકા મુંબઈમાં પરત આવી ગઈ હતી. અબૂ સાલેમ (Abu Salem) મુંબઈમાં ફિલ્મ પ્રોડ્યુસરને ધમકાવતો હતો અને મોનિકાને ફિલ્મમાં સાઈન કરે તેવું દબાણ પણ કરતો હતો. અબૂ સાલેમની ધાકથી મોનિકાને ફિલ્મોમાં નાના -મોટા રોલ મળ્યા હતા પરંતું તેને જોઈએ એવી સફળતા મળતી નહોંતી. અબૂ સાલેમ મોનિકા બેદી સાથે લગ્ન કરવા માગતો હતો અને તેને અમેરિકા લઈ જવા માગતો હતો. અબૂ સાલેમ ઈચ્છતો હતો કે મોનિકાને હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટૉપ એક્ટ્રેસ બનાવી દઉ જેથી તે મારા જોડે લગ્ન કરવાની ના નહીં કે..

મોનિકા બેદી (Monica Bedi) ને અબૂ સાલેમ(Abu Salem) ની મદદથી સૌથી પહેલી ફિલ્મ જાનમ સમજા કરો મળી હતી. વર્ષ 1999માં 'જાનમ સમજા કરો' ફિલ્મ રિલિઝ થઈ હતી, ફિલ્મમાં સલમાન ખાન અને ઉર્મિલા માતોડકર મુખ્ય ભૂમિકામાં હતા. અબૂ સાલેમના દબાણના કારણે મોનિકાને આ ફિલ્મમાં નાનો રોલ મળ્યો હતો.મોનિકા બેદીની ફિલ્મમાં એન્ટ્રીથી સંજય દત હતો નારાજ.

મોનિકા (Monica Bedi) ને ડેવિડ ધવનની ફિલ્મ 'જોડી નંબર 1' ફિલ્મ મળી જેમા સંજય દત તેનો હિરો હતો. ગોવિંદા સામે ટ્વીંકલ ખન્ના જેવી સફળ અભિનેત્રી અને બીજીતરફ મોનિકા બેદી (Monica Bedi) જેને બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યુ હતું. આ વાતથી તે સમય સંજય દત નારાજ થયો હતો. કહેવાય છે કે આ બાબતે અબુ સાલેમે સંજય દત સાથે વાત કરી હતી. આ ફિલ્મમાં સંજય દતે મોનિકા સાથે ખાસ રોમેન્ટિક સીન નહોતા કર્યા

મોનિકા બેદી (Monica Bedi) માટે અબૂ સાલેમે (Abu Salem) ઘણી મહેનત કરી હતી પંરતું તેમ છતા મોનિકા પોતાની કારકિર્દીમાં કઈ ખાસ ઉકાળી શકી નહોંતી.આ બધી વાતનો ઉલ્લેખ અબૂ સાલેમ પર લખાયેલી પુસ્તક"માય નેમ ઈઝ અબૂ સાલેમ" માં કરવામાં આવ્યો હતો.

અબૂ સાલેમે  (Abu Salem) મોનિકા બેદી (Monica Bedi) ને પોતાનું નામ આર્સલન અલી નામ જણાવ્યુ હતું.  પોર્ટુગલમાં અબૂ સાલેમ અને મોનિકા બેદી સાથે હતા ત્યારે બંનેની ધરપકડ થઈ હતી. વર્ષ 2005માં મોનિકાને અબૂ સાલેમ (Abu Salem) સાથે ભારત પરત લવવામાં આવી હતી. અબૂ સાલેમ પર આરોપ હતો કે તેને મોનિકા બેદી માટે 'સના મલિક કમાલ'ના નામ વાળો નકલી પાસપોર્ટ બનાવ્યો હતો.ત્યારબાદ ફ્રોડના કેસમાં મોનિકા બેદીને પણ 5 વર્ષની સજા થઈ હતી. 

અબૂ સાલેમે (Abu Salem) મોનિકા બેદી (Monica Bedi) સાથે લગ્ન પણ કરી લીધા હતા. અબૂ સાલેમના પ્રેમમાં આંધળી થઈ જનાર મોનિકાને એ વાતનો પણ ખ્યાલ રહ્યો નહોંતો કે તેનો પતિ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ, ગુલશન કુમારની હત્યા સહિતમાં સંડોવાયેલો હતો.  મોનિકાએ જેલમાંથી બહાર આવીને અંડર વર્લ્ડની દુનિયાથી પોતાનો છેડો ફાડી નાખ્યો.

મોનિકા બેદી (Monica Bedi)  હવે ભૂતકાળની યાદોમાંથી બહાર આવી ફરીથી નવી શરૂઆત કરવા માગતી હતી.મોનિકા બેદીએ બિગબોસની સિઝન-2માં પણ ભાગ લીધો હતો. બિગબોસમાં આવ્યા બાદ દર્શકોને મોનિકા અલગ જ જોવા મળી. ત્યારબાદ તે સરસ્વતીચંદ્ર સિરિયલમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. મોનિકા બેદી હાલ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે તે તેના કસરતના અને યોગના વીડિયો ફેન્સ સાથે શેર કરતી હોય છે. મોનિકાને અંડરવર્લ્ડ સાથે સબંધ રાખવાની મોટી કિંમત ચૂકવવી પડી છે પરંતું આજે તે બધુ ભૂલીને આગળ વધી ગઈ છે...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link