શિયાળામાં ચોમાસા જેવી સિસ્ટમ, ગુજરાતના આ જિલ્લાઓમાં ત્રણ દિવસ ભુક્કા બોલાવશે વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં ભરશિયાળે માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે ગુજરાતના વિવિધ જિલ્લામાં 26થી 28 ડિસેમ્બર એમ ત્રણ દિવસ માવઠું થઈ શકે છે. ગુજરાતના કયાં જિલ્લામાં માવઠાની આગાહી અપાઈ છે તેની પર એક નજર કરીએ. 26 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમા માવઠાની આગાહી છે.
27 ડિસેમ્બરે પણ ઉત્તર-મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં માવછાની આગાહી છે. જ્યારે 28 ડિસેમ્બરે કચ્છ, તાપી, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે....મહત્વનું છે કે જો ગુજરાતમાં અચાનક આ માવઠુ થશે તો ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે.
અરબી સમુદ્ર પરથી આવતા ભેજ અને ટ્રફના લીધે ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજ સવારથી ગુજરાતમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના લીધે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો.હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે તે વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું.
સુરતમાં તો હિલ સ્ટેશન જેવો માહોલ લોકોએ અનુભવ્યો. ધુમ્મસભર્યા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી,,કેમ કે ધુમ્મસભર્યા વાતાવરણથી રવિ પાકને અસર પહોંચે છે....તો છોટઉદેપુરમાં વાતાવરણમાં પલટા આવતા ઠંડીનો પારો ગગડ્યો હતો જેથી લોકોએ ઠંડીથી બચવા માટે તાપણું કર્યું.
હવામાન વિભાગે કહ્યું કે, ત્રણ દિવસ બાદ રાજ્યમાં તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાશે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદ આવશે. રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી છે.