ટીટોડીએ પહેલીવાર ઊંધા ઈંડા મૂક્યા, ચાર ઈંડા પરથી કરાઈ ચોમાસાની આગાહી

Thu, 11 Apr 2024-8:16 pm,

ટીટોડીએ લુણાવાડા તાલુકાના દલુખડ્યા ગામે ઈંડા મૂક્યા છે. આ ઈંડા જોઈને ગામના વડીલોએ અનુમાન લગાવ્યું છે. ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે, જેથી વર્ષ 2024 માં વરસાદનુ પ્રમાણ વધારે રહેશે તેવો વરતારો કરાયો છે. સામાન્ય રીતે ટીટોડી ત્રણ ઈંડા મુકતી હોય છે પરંતુ આ વખતે ટીટોડીએ ચાર ઈંડા મુકતા ચાર મહિના સારા વરસાદનું અનુમાન છે. એવું માનવામાં આવે છે કે, ટીટોડી ચાર ઈંડા મુકે તો સારો વરસાદ થાય. જો ટીટોડી ઊંચાઈએ ઈંડા મુકે તો વ્યાપક વરસાદ અને વહેલા મુકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે. આમ, આ ચોમાસામાં વરસાદ સારો રહેવાના સંકેત છે. 

ટીટોડીના ઈંડાથી ગામ લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. જાણકારો અને ગામના વડીલોના જણાવ્યાનુસાર ટીટોડીએ ઇંડા વહેલાં મૂક્યા છે તો વરસાદ પણ વહેલો આવશે. . આ ઉપરાંત જમીનથી અંદાજે 5 ફૂટ ઉચે ઇંડા મૂક્યા હોવાથી વરસાદ પણ સારો થવાની શક્યતા છે. હાલમાં ટીટોડી પોતાના ઇંડાને સેવી રહી છે, છેલ્લા કેટલાક દિવસથી ટીટોડી લોકાર્ષણનું કેન્દ્ર બની છે અને લોકો કૂતુહલવશ ટીટોડી અને તેના ઇંડાને જોવા આવે છે.

ટીટોડી ઇંડા ક્યાં મૂકે છે તેને લઈને પણ વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે તેનો અંદાજો લગાવવામાં આવે છે. જેમાં જો ટીટોડી ઉચાઈ ઉપર ઈંડા તો વરસાદ વધુ અને જમીન ઉપર કે જમીનથી ઓછી ઉંચાઈએ મૂકે તો વરસાદ ઓછો આવશે તેમ માનવામાં આવે છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે તો જુન મહિનામાં વિધિવત ચોમાસું આવી જવાની આગાહી કરી છે. આજે સેટેલાઈટથી લઈને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વરસાદ અને હવામાનની માહિતી મેળવી શકાય છે. પરતું ગુજરાતમાં પ્રાચીનકાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે. આવી પરંપરા એટેલે ખેતરમાં ટીટોડીએ ઈંડાની પણ છે.

વૈશાખ મહિનામાં ઇંડા મૂકતી ટીટોડીએ ચાલુ વર્ષે ફાગણમાં જ ઇંડા મૂકતાં કૂતુહલ સર્જાયું હતું. સામાન્ય રીતે ટીટોડી વૈશાખ મહિનામાં ઇંડા મૂકે છે. આ ઘટના બની છે ખેડા જિલ્લાના મુવાડા ગામમાં. ચાલું વર્ષે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પારીયાના મુવાડા ગામમાં આવેલાં ઉકરડા પર બે અલગ અલગ ટીટોડીએ વૈશાખને બદલી ફાગણમાં જ ઇંડા મૂકતાં કૂતુહલ સર્જાયું છે. આવું પહેલા ક્યારેય થયુ નથી, કે ટીટોડીએ ફાગણમાં ઈંડા મૂક્યા હોય. આવી એક નહિ, બે ઘટના બની છે. જેતપુરપાવી તાલુકાના કાજર બારીયાના મોતીપુરા ગામમાં આવેલ એક ખેતરના શેઢા પર ટોચે ટીટોડીએ ઈંડા મુક્યા છે. 

જ્યારે લોકોની પાસે ટેક્નોલોજી નહોતી ત્યારે ભાવિ વરસાદની આગાહી પૂર્વજો પોતાની કોઠાસુઝના આધારે કરતા હતા. આજે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ ખેતરમાં ટીટોડીના ઈંડા મુકવાની સાથે વરસાદના વર્તારાનો પ્રથા જીવંત છે. ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વર્ષે તેવી માન્યતા છે. એટલું જ નહીં, ટીટોડી ઊંચાઈ પર ઈંડા મુકે તો વ્યાપક, ધોધમાર વરસાદની માન્યતા છે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link