ખૂંખાર જંગલી વરૂ પાસે કરાવો તમારા ખેતરની પહેરદારી! હવે જાપાની રોબોટ કરશે ખેતરમાં પાકની રક્ષા

Thu, 21 Jan 2021-3:28 pm,

જાપાનના તાકીકાવા ટાઉનમાં ઘણા મહિનાઓથી જંગલી રીંછની સમસ્યાએ સ્થાનિકો અને તંત્રના નાકમાં દમ કરી મૂક્યો હતો. આમ તો જાપાનમાં મોન્સ્ટર વુલ્ફ રોબોટ છેલ્લા બે વર્ષથી બનતા હતા પરંતું અચાનક તેની માગમાં વધારો થયો છે. ખેતરોના પાકને નુકસાનથી બચાવવા અને સ્થાનિકોના જીવ જોખમમાં ન મૂકાય તે માટે ખેતરોમાં અને કેટલાક વિસ્તારોમાં મોન્સ્ટર વુલ્ફ ચાડિયા મૂકવામાં આવ્યા છે. જોતજોતામા મોન્સ્ટર વુલ્ફ રોબોટનો કન્સેપ્ટ દૂર દૂર સુધી ફેલાતો ગયો અને મોટાભાગના ગામડાઓમાં અને ખેતરોમાં મોન્સ્ટર વુલ્ફ રોબોટનો ઉપયોગ થવા લાગ્યો.  

મોન્સ્ટર એટલે જંગલી, રાક્ષસી અને વુલ્ફ એટલે વરૂ. મતલબ કે જંગલી ખૂંખાર વરૂ. વરૂ એક ખત્તરનાક પ્રાણી છે. જાપાનમાં ખાસ રોબોટ બનાવવામાં આવ્યા છે. આ રોબોટનો ચહેરો એ રીતે બનાવવામાં આવ્યો છે કે જાણે અસલી વરૂ જ હોય. મોન્સ્ટર વુલ્ફ મતલબ કે જંગલી વરૂ રોબોટની ખાસિયત એવી છે કે તેની આંખો અંધારામાં ચમકે છે અને તેનો દેખાવ પણ ખૂંખાર રાખવામાં આવ્યો છે. સૌથી મોટી ખાસિયત છે કે આ રોબોટ વરૂમાં 60 પ્રકારના ખતરનાક અવાજ મૂકવામાં આવ્યા છે.

જેમ સામાન્ય રીતે ખેતરમાં ચાડિયા મૂકવામાં આવે છે તેમ ખેતરમાં કે કોઈ સ્થળમાં કોઈ પિલ્લર પર આ મોન્સ્ટર વુલ્ફ મૂકવામાં આવે છે. આ વરૂનું માથું 360 ડિગ્રીએ ફરતું રહે છે.  મોન્સ્ટર વુલ્ફ વરૂની આંખોમાં લાઈટ થાય છે અને મોન્સ્ટર વરૂ ખૂંખાર ગર્જના કરે છે. રાત્રિના સમયે જ્યારે રિંછ ખેતરમાં કે શહેરમાં આવે ત્યારે રોબોટ વરૂને જોઈને કે તેનો અવાજ સાંભળી તે ભાગી જાય છે.

વર્ષ 2019માં 157 લોકોના મોત જાપાનના ગામોમાં રિંછના હુમલાના કારણે થયા હતા.. વર્ષ 2019 બાદ તાકીકાવા ટાઉનમાં જ્યારથી મોન્સ્ટર વુલ્ફ મૂકવામાં આવ્યા છે ત્યારથી રિંછના હુમલાની ઘટના નહીવત થઈ ગઈ છે. રોબોટ વુલ્ફ બનાવનાર કંપનીના આંકડા અનુસાર વર્ષ 2018 બાદ મોન્સ્ટર વુલ્ફ રોબોટના 70 યુનિટનું વેચાણ થઈ ગયું છે.  

જાપાનમાં મોન્સ્ટર વુલ્ફ રોબોટ ઘણા ઉપયોગી સાબિત થયા છે પરંતું તેની કિંમત ખૂબ જ વધારે છે. જાપાનમાં આ મોન્સ્ટર વુલ્ફ રોબોટની કિંમત 5, 14,000 યેન છે મતલબ કે ભારતીય બજારમાં કિંમત સાડા ત્રણ લાખથી વધારે થાય છે. જો આ જાપાની રોબોટ ચાડિયાને તમે ખરીદી ના શકો તો મહિને ભાડા પેટે પણ રાખી શકો છો.  સુપર મોન્સ્ટર વુલ્ફ રોબોટનું દર મહિને 12,100 યેન એટલે કે ભારતીય કિંમત પ્રમાણે સવા 8 હજાર રૂપિયા ચૂકવવા પડે. હાલ, આ મોન્સ્ટર વુલ્ફ રોબોટ ટેકનોલોજી જાપાનમાં છે ...જો ભારતમાં પણ આવા રોબોટ અનેક ગામડાઓ જે જંગલ વિસ્તારની નજીક છે ત્યાં ઉપયોગી સાબિત થઇ શકે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link