સોમનાથમાં રાત્રે 12ના ટકોરે અલૌકિક ઘટના બની, ભગનાથ ભોળાનાથે ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું
કાર્તિકી પૂનમના દિવસે રાત્રે 12 કલાકે કૃતિકા નક્ષત્રમાંથી ચંદ્ર પસાર થાય છે. ત્યારે વર્ષમાં એક જ વખત ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. રાત્રે 12ના ટકોરે આ દ્રશ્ય અલૌકિક તેમજ અદભૂત બની રહ્યું હતું. ચંદ્ર મહાદેવ ઉપર બિરાજે છે ત્યારે રાત્રિએ સોમનાથ મંદિરમાં આરતી થાય છે.
સોમનાથ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણીમાની ઉજવણી થાય છે. જેમાં પાંચ દિવસના લોક મેળાનું આયોજન થતું હોય છે. તેમજ આ પાંચેય દિવસ મોડા સુધી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવે છે. તેમજ કાર્તિકી પૂનમની મધ્ય રાત્રિના ખાસ મહાપુજા અને મહાઆરતી રાખવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ મુજબ, દેવોની દિવાળી તરીકે આ રાત્રીની ઉજવણી થાય છે. આ દિવસે ભગવાન શિવજીએ ત્રિપુરા નામના રાક્ષકનો વધ કર્યો હતો.
કાર્તિકી પૂનમના દિવસે ખાસ ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. શાસ્ત્રોક્ત રીતે જ્યારે ચંદ્રમાં ભગવાન ભોળાનાથ ઉપર બિરાજે છે ત્યારે થોડીક ક્ષણો માટે અમૃતની વર્ષા થતી હોવાની આસ્થા છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષો અનેક શિવભકતો દૂરદૂરથી આવીને આ મધ્યરાત્રિએ સોમનાથ ખાતે અચૂક આવે છે.