ભમરડા, લખોટી, દોરડાકૂદ, ટાયર, કેરમ, ખોખો... યાદ આવી ગયું બાળપણ, PHOTOS

Sun, 09 Dec 2018-4:01 pm,

આજના મોબાઈલ યુગમાં શેરી રમતો ભુલાઈ છે ત્યારે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા અબાલ વૃદ્ધ સહિતના મોટી સંખ્યામાં આવ્યા હતા અને ભમરડા, લખોટી, દોરડા કુદ, ટાયર ફેરવવા, કેરમ, ખોખો સહિતની જુદી - જુદી ૨૦ જેટલી રમતો રમવાની મજા નગરજનોએ માણી હતી

 મોરબીમાં લોક જાગૃતિના કાર્યોમાં હર હમેશ મોખરે રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજથી શનાળા રોડ પર આવેલ જીઆઈડીસીના રોડ પર ફનસ્ટ્રીટ શરુ કરવામાં આવી છે જેમાં સવારે ૮.૩૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી બાળકોથી માંડી આબાલ વૃધ્ધ સૌ કોઈ વર્ષો પહેલા શેરીઓમાં રમતી રમત રમ્યા હતા. શેરીઓમાં રમતી રમતોમાં  લખોટી, ટાયર ફેર, દોરડા ખેચ, ખો- ખો, કબડ્ડી, ડાન્સ, દોરડા કુદ, સ્કેટિંગ, નાગોલ, મ્યુઝિક ચેર, કરાટે, સાયકલિંગ, લાઈવ સ્કેચ, લાઈવ ટેટ, જમ્બો સાયસીડી, કોથળા દોડ, આર્ટ એન્ડ ક્રાફટ સહિત ૨૦ જેટલી રમતો રમાડવામાં આવી હતી. જે રમવા માટે અને માણવા માટે મોરબીના જુદાજુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

શેરીઓમાં રમાતી જુની રમતોમાં બાળપણની જે મજા અને નિજાનંદ રહેલો છે તે આજે મોબાઇલ ગેમ્સના કારણે બાળકો માણી શકતા નથી. ત્યારે રાજકોટમાં જે રીતે વર્ષોથી ફનસ્ટ્રીટનું આયોજન થાય છે, તેવી જ રીતે મોરબીમાં પણ યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જો નગરજનો તરફથી સારો સહકાર મળે તો દર અઠવાડિયે આવી જ રીતે ફન સ્ટ્રીટનું આયોજન કરવાની આ ગ્રુપની તૈયારી છે તેવું તેમણે જણાવ્યું.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link