મોરબીની `રાણીબા` : પગાર માગ્યો તો બેસાડ્યો ઘૂંટણિયે, લેડી ડોનને ચટાડ્યુ પગરખુ, ભાઈઓ સાથે મળી માર્યો માર

Sat, 25 Nov 2023-10:04 am,

અસામાજિક તત્વો દરેશ શહેર, ગામમાં રહેલા છે... આવા તત્વોના કાંડ એવા હોય છે શહેરીજનો કે ગ્રામજનો દરેક તેમનાથી ત્રાહિમામ પોકારી ઉઠે છે... તેવામાં દિવસને દિવસે ગુજરાતમાં હવે લેડી ડોનની પણ સંખ્યા વધી રહી છે... આ વખતે પોતાની હરકતના કારણે રાણીબા નામની મોરબીની લેડી ડોન ચર્ચામાં આવી છે.

રાણીબા ઉર્ફે વિભૂતી પટેલ જે પોતાને લેડી ડોન ગણાવે છે... તે મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે... અને તેને ત્યાં અનેકો લોકો કામ કરે છે... આવી જ રીતે નિલેશ દલસાણીયા નામનો યુવક પણ વિભૂતીને ત્યાં નોકરી કરતો હતો...   

નિલેશ 2 ઓક્ટોબરના રોજ રાણીબા ઈન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ લાગ્યો હતો... 18 ઓક્ટોબરે તેને નોકરીએ આવવા માટે ના પાડી દેવામાં આવી હતી... જે પછી 5 નવેમ્બરના રોજ નિલેશનો પગાર આવ્યો ન હતો... જેથી તેણે 6 નવેમ્બરે રાણીબાને પગાર અંગે ફોન કર્યો હતો... જેથી નિલેશને ઓફિસે આવવા માટે જણાવવામાં આવ્યું હતું

નિલેશ પોતાના પાડોશી સાથે ઓફિસે ગયો હતો... જ્યાં પહેલાં તો નિલેશના પાડોશીને મારીને ભગાવી દેવામાં આવ્યો હતો.. જે પછી કેટલાક શખ્સોએ નિલેશને વાળ પકડીને મોઢા પર ફડાકા માર્યા હતા... અને પછી તેને ઓફિસની છત પર લઈ ગયા હતા.. ત્યાં વિભૂતિ પટેલ દ્વારા તેને ઢોર માર મરાયો હતો... આ ઉપરાંત પીડિતના મોઢામાં વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ લેવડાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો....

ઘટના અંગે પીડિત નિલેશે પહેલાં કંઈ કહ્યું નહોતું... જે પછી યુવકના શરીરના પીડા થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

હાલ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝના માલિક વિભુતિ પટેલ તથા અન્ય 6 જેટલા શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હઠળ ફરિયાદ નોંધાવી છે... જેથી પોલીસે પણ આ કેસ અંગે તપાસ શરૂ કરી છે તેવું મોરબીના ડીવાયએસપી પીએ ઝાલાએ જણાવ્યું.

મહત્વનું છે કે, આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે... અનુસૂચિત જાતિના લોકોમાં ધટનાને લઈને આક્રોશ છે... આ ઘટનાને પગલે રાણીબા એક્સપોર્ટ પેઢીની સંચાલિકા સહિત છ સામે FIR નોંધાઈ છે... ત્યારેસ ઘટનાને ધ્યાને રાખી અનુસૂચિત સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે.

કંપનીની સંચાલિકા સહિતના શખ્સો સામે કાર્યવાહીની ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે.... સમગ્ર ઘટનાના પગલે અનુસૂચિત જાતિના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા... અને કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

ઉલ્લેખનિય છે કે, પોલીસ ફરિયાદ નોંધાતા જ પોતાને લેડી ડોન ગણવાતી વિભૂતી પટેલ ઉર્ફે રાણીબા ડરી ગઈ છે... અને પોલીસ પકડી જશે તેની બિકે આમ તેમ ભાગી રહી છે... જે વાતની પુષ્ટી પોલીસે પણ કરી છે.

આરોપીઓ દ્વારા નિલેશને બેફામ માર મારવામાં આવતા હાલ મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે... નિલેશએ મોરબી એ ડિવિઝન પોલીસમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે... અને પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જોકે હાલ ખુદને લેડી ડોન ગણાવતી રાણીબા ફરાર થઈ ગઈ છે.... તેવામાં મોરબી પોલીસ રાણીબા સહિતના આરોપીઓને ક્યારે પકડી પાડે તે જોવાનું રહેશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link