મોરબીમાં સ્વીફ્ટ કાર અકસ્માતની દર્દનાક તસવીરો, 5 યુવકોની બોડી કારમાં જ ચગદાઈ ગઈ હતી

Thu, 23 Sep 2021-9:37 am,

મોરબી-માળીયા હાઈવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટિયા નજીક પાટીદાર ટાઉનશીપ આવેલ છે. ત્યાં અશ્વમેઘ હોટલની સામેના ભાગમાં રોડની સાઇડમાં બંધ કરીને એક ટ્રેલર પાર્ક કરાયું હતું. આ ટ્રેલરની પાછળથી અચાનક જીજે ૩૬ એફ ૧૦૫૯ નંબરની સ્વીફ્ટ કાર ફૂલ સ્પીડમાં આવી હતી, અને ટ્રેલમાં ઘૂસી ગઈ હતી. જેથી કરીને આ કારમાં બેઠેલા પાંચ યુવાનોના કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. આ અકસ્માત એટલો દર્દનાક હતો કે, આસપાસથી પસાર થનારા દરેકના મોઢામાંથી ચિત્કાર નીકળી ગયો હતો. 

કારમાં બેઠેલા તમામ યુવકોનો મૃતદેહ કારમાં જ ફસાઈ ગયા હતા. કારણ કે, આખી સ્વીફ્ટ ગાડી જ પડીકુ વળી ગઈ હતી. જેથી કારના પતરાને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પાંચ મૃતકોના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ યુવકો ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આ ઘટનાની જાણ થતાં મોરબીની આસપાસમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા રાજસ્થાની લોકો મોરબી સિવિલે દોડી આવ્યા હતા. જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મોરબી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી રસ્તા ઉપરનો ટ્રાફિક ક્લિયર કરીને તેને પુન કાર્યરત કરાયો હતો. 

પાંચેય ટ્રાન્સપોટર્સ રાજસ્થાનના ગણેશનગરના ટીંબડીના વતની હતા. મૃતકોમાં આનંદસિંગ પ્રભુરામ શેખાવત (ઉંમર 35 વર્ષ), તારાચંદ તેજપાલ બરાલા (ઉ.વ.25), અશોક કાનારામ બિરડા (ઉ.વ. 24), વિજેન્દ્રસિંગ અને પવનકુમાર મિસ્ત્રી સામેલ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link