પેટાચૂંટણી ભલે ગમે તે જીતે, પણ મોરબીના લોકોની આશા તો માત્ર આટલી જ છે....

Thu, 15 Oct 2020-8:43 am,

મોરબીનો સીરામિક અને ઘડિયાળ ઉદ્યોગ સમગ્ર દેશ અને દુનિયામાં પ્રચલિત છે. મોરબીનો સીરામિક ઉદ્યોગ આજે 154 દેશમાં પોતાનો માલ સપ્લાય કરે છે. આ સિરામીક ઉદ્યોગની પણ કેટલીક આશા અપેક્ષા સરકાર પાસે અને આવનાર ધારાસભ્ય પાસે રહેલી છે. સિરામીક ઉદ્યોગ વિસ્તારમાં સારા રસ્તા, શુદ્ધ પાણી, ફિલ્ટર પ્લાન્ટ અને ગેસના ભાવમાં થોડો ઘટાડો કરી આપવા માંગ કરવામા આવી છે. જેથી તેઓ મોરબીના આ ઉદ્યોગને વર્લ્ડના બીજા નંબરના ઉદ્યોગમાંથી પ્રથમ નંબરનો ઉદ્યોગ બનાવી શકે અને ગુજરાત અને ભારતનું નામ રોશન કરી શકે.

હાલમાં કુલ 900 જેટલા નાના મોટા સિરામીક ઉદ્યોગ કાર્યરત છે અને દિવાળી સુધી નવા 80 થી 100 ઉદ્યોગ શરૂ થવાની શક્યતા જોવામાં આવી રહી છે. ઉદ્યોગપતિઓનું માનવું છે કે, શુદ્ધ પાણી મળે તો હજુ પણ વધુ સારી અને ટકાઉ ગુણવતાવાળી ટાઇલ્સ મોરબીનો સિરામીક ઉદ્યોગ બનાવી શકે એમ છે અને તેના જ કારણે આ ઉદ્યોગ વર્લ્ડનો નંબર 1 ઉદ્યોગ પણ બની શકે તેમ છે.

બીજી બાજુ ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગ પતિઓની પણ આશા અને અપેક્ષા સરકાર અને આવનાર ધારાસભ્ય પાસે રહેલ છે. જેમાં નજર કરીએ તો ઘડિયાળ ઉદ્યોગનો લાતી પ્લોટ વિસ્તાર કે જેમાં લાખો લોકોને રોજીરોટી આપવામાં આવી રહી છે. મોરબી નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ આ વિસ્તારના ઉદ્યોગકારો ચૂકવતા હોવાનું સામે આવ્યું છે. ત્યાં પણ રોડ રસ્તા, પીવાનું પાણી, શુદ્ધ પાણી, વીજ પુરવઠો રેગ્યુલર, અને GST ના સ્લેબમાં 18 ના બદલે 12 ટકા માટે માંગ કરવામાં આવી રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link