અમદાવાદના આ Exclusive દ્રશ્યો તમને હચમચાવી દેશે, એક અફવાથી ભેગા થયા 3000 શ્રમિકો

Tue, 05 May 2020-5:34 pm,

આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય હિંમતસિંહ પટેલ આ ઘટના અંગે જણાવ્યું કે, આ લોકો પાસે જમવાની વ્યવસ્થા ન હતી તેવી માહિતી અમારી સુધી પહોંચી હોત તો અમે તેની વ્યવસ્થા કરી હોત. આ બહુ જ દુખદ અને દર્દનાક વાત છે. તેઓએ અપીલ કરી કે, આ સમયે કોઈ પણ અફવામાં ન આવવું. તો બીજી તરફ, લોકોને હટાવવા માટે પોલીસને માઈક પર એનાઉન્સમેન્ટ કરવાની ફરજ પડી હતી. પોલીસે લોકોને કહ્યું હતું કે, અહી કોઈ બસની વ્યવસ્થા થવાની નથી, તેથી તેઓ વહેલી તકે પોતાના ઘરે જતા રહે.

સવાલ એ છે કે, કોણ આ પ્રકારની અફવા ફેલાવી રહ્યું છે, જેને કારણે આવી રીતે લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે લોકોને જતા રહેવાની અપીલ કરી હતી. લોકોએ વાતચીતમાં કહયું કે, ગઈકાલે અહી બસ આવી હતી અને કેટલાકે કહ્યું હતું કે, અમારી પાસે જમવાની કોઈ વ્યવસ્થા નથી. પોલીસના કહેવા છતા પણ નાગરિકો ખસવા તૈયાર ન હતા. તેઓની એક જ માંગ હતી કે, તેઓને વતન જવા દેવામાં આવે. 

અમદાવાદની સોનીની ચાલી ખાતે આશરે 3 હજાર જેટલા શ્રમિકો ઉમટ્યા હતા. પોતાના વતન જવા માટે પોતાના સામાન સાથે આવી પહોંચ્યા હતા. જેને પગલે સોનીની ચાલી ખાતે તાજેતરમાં મુંબઈના બાંદ્રા સ્ટેશન પર સર્જાયા હતા તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 

સુરત બાદ હવે અમદાવાદમાં શ્રમિકો રસ્તા પર નીકળી પડ્યા હતા. ભીડ ભેગી થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમજાવટ કરતા લોકોને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. સોનીની ચાલના પુલની નીચે શ્રમિકો આવી પહોંચતા જ પોલીસ પણ સતર્કમાં આવી ગઈ હતી. શ્રમિકોને લઈ જવા માટે બસ આવી રહે છે, તેવી અફવા ફેલાતા આ શ્રમિકો તેમના પરિવાર સાથે પુલ નીચે પહોંચી ગયા હતા. લોકો દોડી દોડીને બસમાં જવા માટે લાઈનમાં લાગવા ગયા હતા, પરંતુ તેમના પ્રયાસો અસફળ રહ્યા હતા. કારણ કે, આ એક માત્ર અફવા હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link