સસ્તી 4x4 SUV લેવી છે? આ છે સૌથી વ્યાજબી, Scorpio-N પણ લિસ્ટમાં
Mahindra Thar: મહિંદ્રા થાર પ્રોપર ઓફ-રોડિંગ કરી શકે છે. આ થ્રી-ડોર એસયૂવી શાનદાર લુક અને પાવરફૂલ એન્જીન સાથે સાથે 4x4 સેટઅપમાં આવે છે.
તેમાં ત્રણ એન્જિન ઓપ્શન: 2-લિટર ટર્બો પેટ્રોલ (150PS/320Nm), 2.2-લિટર ડીઝલ (130PS/300Nm) અને 1.5-લિટર ડીઝલ (118PS/300Nm). 4x4 થારની કિંમત 14.30 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Maruti Suzuki Jimny: મારૂતિ જીપ્સી લાંબા સમય સુધી પોતાની ઓફ-રોડિંગ કેપેબિલિટીઝ માટે ફેમસ છે. તેના રિપ્લેસમેંટ માટે ગત વર્ષે મારૂતિએ જીમ્નીને લોન્ચ કરી.
જિમ્ની પણ થારની જેમ ઑફ-રોડિંગ કરવામાં સક્ષમ છે. જિમ્ની પાસે 1.5-લિટર પેટ્રોલ એન્જિન (105PS અને 134Nm) છે. તેમાં 4x4 સ્ટાન્ડર્ડ છે. તેની કિંમત 12.74 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Mahindra Scorpio N: નવી મહિન્દ્રા સ્કોર્પિયો-એન-ઓન-રોડ અને ઓફ-રોડ, બંને જગ્યાએ સારું પરર્ફોમન્સ ઓફર કરે છે. સ્કોર્પિયો-એનમાં 2WD અને 4WD ઓપ્શન મળે છે.
તેના 4WD સેટઅપ વેરિઅન્ટની કિંમત 18.01 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સ્કોર્પિયો-એનમાં મલ્ટીપલ પાવર/ટોર્ક આઉટપુટ સાથે બે એન્જીન ઓપ્શન - 2.2-લિટર ડીઝલ અને 2.0-લિટર ટર્બો મળે છે.