ગુજરાતના વૈજ્ઞાનિકોએ ઉગાવ્યા સૌથી મોંઘા મશરૂમ Cordyceps Militaris, એક કિલોની કિંમત છે દોઢ લાખ રૂપિયા!
ગુજરાતના વૈજ્ઞાનિકો જે મશરૂમ ઉડાવ્યા છે તે દુનિયાના સૌથી મોંઘી પ્રજાતિના મશરૂમ છે. તેની કિંમત છે એક કિલોના દોઢ લાખ રૂપિયા.
ગુજરાતના કચ્છ જિલ્લામાં ગુજરાત ઈંસ્ટીટ્યૂટ ઓફ ડિઝર્ટ ઈકોલોજી (GUIDE) ના વૈજ્ઞાનિકોએ Cordyceps Militaris મશરૂમને 90 દિવસોમાં લેબના નિયંત્રિત વાતાવરણની અંદર ઉગાડ્યાં. તેમણે 35 ઝારમાં આ મશરૂમને ઉગાડ્યા છે. જાણવા મળ્યું છેકે, મશરૂમની આ પ્રજાતિનો ઉપયોગ ચીન અને તિબેટની પ્રાકૃતિક દવાઓમાં લાંબા સમયથી થતો આવ્યો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલી એક ખબર મુજબ સંસ્થાનના ડાયરેક્ટર વી.વિજય કુમારે જણાવ્યુંકે, મશરૂમની Cordyceps Militaris ને હિમાલયીન સોનું કહેવામાં આવે છે. આનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતા ઘણાં લાભ થાય છે. સાથે જ આ ઘણી બીમારીઓને રોકવામાં પણ કારગત નિવડે છે.
સંસ્થાન દ્વારા આ મશરૂમના એંટી ટ્યૂમરના પહેલું પર પણ અધ્યયન કર્યું છે. એટલેકે, આ મશરૂમ તમારા શરીરમાં ટ્યૂમરને થતાં રોકી શકે છે. અથવા જો ટ્યૂમર થઈ જાય તો તેના આકારને નાનું કરવામાં પણ મદદ કરે છે. કોવિડની મહામારીને પગલે આનું સંશોધન અટકી ગયું છે.
વૈજ્ઞાનિકોની યોજના છેકે, ભારતીય પરિસ્થિતિમાં આ મશરૂમને વધુમાં વધુ ઉગાડવા જોઈએ. મશરૂમની આ પ્રજાતિમાં કેંસર વિરોધી ગુણ પણ રહેલો છે. બ્રેસ્ટ કેંસરના ઈલાજમાં પણ આ મશરૂમનો ઉપયોગ કરવામાં આવે છે. સંસ્થાન દ્વારા અન્ય લોકોને પણ આના ઉછેર અંગે નિશુક્લ શિક્ષણ આપવામાં આવશે. જણાવી દઈએકે, આ રિસર્ચ ટીમમાં નિરમા યુનિવર્સિટીના પ્રોફેસર જિગના શાહ અને ગાઈડ વૈજ્ઞાનિક જી જયંતી પણ સામેલ છે.