Most Dangerous Drugs in the world: દુનિયાના 5 સૌથી ખતરનાક ડ્રગ્સ, જે ધીરે ધીરે શરીરને બનાવી દે છે ખોખલું

Fri, 15 Oct 2021-3:33 pm,

 

ડ્રગ્સની દુનિયમાં કોકેન  નામ ખુબ જાણીતું છે. જેને ECSTASY, એક્સ, XTC જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. લોકો તેનો ઉપયોગ પાવડર અને ઈન્જેક્શનના રૂપમાં કરે છે. કોકેનના વધુ પડતા સેવનથી મગજમાં ડોપામાઇન કેમિકલનો વધારો થાય છે. Addictioncenter.comના અહેવાલ મુજબ કોકેઈનના લાંબા ગાળાના ઉપયોગથી હૃદય રોગ અને હાઈપરટેન્શનનું જોખમ વધે છે. વધારે પડતા સેવનથી શરીરના અંગો પણ ફેઈલ થઈ શકે છે.   

મેફેડ્રોન અથવા મિયાઉ-મિયાઉ એક જાણીતું નામ છે. જેનો ડ્રગ્સ પાર્ટીઓમાં ખુબ જ ઉપયોગ કરવામાં આવે છે. આ ડ્રગ્સ કેપ્સ્યુલ અને પાવડર સ્વરૂપમાં મળે છે. આ ડ્રગ્સનું સેવન માનવીની અંદર વધુ પડતો ઉત્તેજના પેદા કરે છે. ડ્રગ્સ લીધા બાદ લોકો  આત્મવિશ્વાસ અનુભવે છે. અને આ ડ્રગ્સનું જે વ્યક્તિ સેવન કરે છે તે વધુ બોલવાનું શરૂ કરે છે. આ ડ્રગ્સથી આંગળીઓ ઠંડી અને વાદળી થઈ જાય છે, નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા પણ જોવા મળે છે. હેરોઈનના વધુ પડતા સેવનથી મૃત્યુનું જોખમ વધે છે.  

MDMA અથવા Molly તરીકે ઓળખાતા આ ડ્રગ્સના સુપરમેન, રોલેક્સ પિંક સુપરમેન, મેન્ડી જેવા પણ નામ છે. આ ડ્રગ્સ કેપ્સ્યુલ્સ, ગોળીઓ અને પ્રવાહીના રૂપમાં ઉપલબ્ધ છે. MDMAના સેવનથી ઉબકા, શરીરમાં ખેંચાણ, ઝાંખી દ્રષ્ટિ જેવી સમસ્યાઓ વધુ જોવા મળે છે.  

કેટામાઈન ડ્રગ્સ વિટામિન કે, સુપર કે, સ્પેશિયલ કે, ગ્રીન અને કે જેવા નામોથી પણ ઓળખાય છે. કેટામાઈન ગોળી અને પાવડર રૂપમાં મળે છે. આ ડ્રગ્સના ઉપયોગથી હૃદય અને લોહીની ગતિ વધી જાય છે. વધારે પડતા સેવનથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.   

મેથામ્ફેટામાઇન્સ નામનું ડ્રગ્સ યાબા, ક્રિસ્ટલ મેથ, મેથ અને ક્રેન્ક જેવા નામોથી પણ ઓળખાય છે. ગોળી, પાવડર અને સ્ફટિકના રૂપમાં મેથામ્ફેટામાઈન્સ ડ્રગ્સ માર્કેટમાં મળે છે. આ ડ્રગ્સના સેવનથી વ્યક્તિ ખૂબ ખુશ, ઉત્સાહિત, આક્રમક અને મૂંઝવણની સ્થિતિમાં રહે છે. તે માનવ હૃદય અને લોહીની ગતિ વધારે છે. આ ડ્રગ્સના સેવનથી ફેફસાં, કિડની અને મગજ પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link