Anushka-Virat થી માંડીને Katrina-Vicky સુધી, આ બોલીવુડ વેડિંગ્સમાં થયો કરોડોનો ખર્ચ
આ ફોટામાં બે સેલીબ્રિટી વેડિંગ્સના ફોટા સામેલ છે. તમને જણાવી દઇએ કે અમે અહીં નિક-પ્રિયંકા, અનુષ્કા-વિરાટ, રણવીર-દીપિકા અને કેટરીના-વિક્કીના લગ્ન વિશે તમને જણાવવા જઇ રહ્યા છે.
11 ડિસેમ્બર 2017 ને ચૂપચાપ રીતે વિરાટ અને અનુષ્કા (Virat Anushka) એ સાત ફેરા લઇ લીધા. બંનેએ ઇટલીમાં એક, 800 વર્ષ જૂના વિલામાં લગ્ન કર્યા અને કહેવામાં આવે છે કે લગ્નના તમામ ફંક્શંસ અને રિસેપ્શનની ટોટલ કોસ્ટ 100 કરોડની આસપાસ હતી.
પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન ભારતમાં, ઉમેદ ભવન પેલેસમાં થયા હતા, સંગીત, મહેંદી, હલ્દી અને ભારતીય અને ક્રિશ્વિયન વેડીંગ સેરીમની માટે કુલ મળીને આ કપલે લગભગ અડધો મિલિયન ડોલર્સ ખર્ચ કર્યા હતા જે ભારતીય કરન્સીમાં લગભગ 6 કરોડ રૂપિયા થયા.
પાવર કપલ રણવીર અને દીપિકાએ લેક કોમોમાં લગ્ન કર્યા હતા અને રિપોર્ટ્સનું કહેવું છે કે 'દીપવીર'એ 77 કરોડ રૂપિયા આ લગ્ન પર ખર્ચ કર્યા હતા. બે કરોડ રૂપિયા તો ફક્ત અકોમોડેશન માટે ખર્ચ થયા હતા.
જે હોટલમાં વિક્કી અને કેટરીના રહ્યા, તેમાં તેમનો ખર્ચ પર નાઇટ ભાડું સાત લાખ રૂપિયા હતું. બાકી રૂમનું ભાડું ચાર લાખ હતું. તમને જણાવી દઇએ કે આ બંનેના લગ્નનો ટોટલ ખર્ચ રિપોર્ટ્સના હિસાબથી ચાર કરોડ રૂપિયો હતો.