ડૉલર નહીં, આ છે દુનિયાની સૌથી પાવરફુલ કરન્સી, તેની કિંમત જાણીને ચોંકી જશો

Sun, 17 Sep 2023-9:10 pm,

ડૉલરઃ વિશ્વની સૌથી મોંઘી કરન્સીની યાદીમાં ડૉલર 10માં નંબર પર છે. તેનો ઉપયોગ ઘણા દેશોમાં થાય છે. વેપાર ડોલરમાં થતો હોવાથી તે એક શક્તિશાળી ચલણ છે. એક ડોલર 83.09 ભારતીય રૂપિયા બરાબર છે.

યુરો: યુરો એ વિશ્વની નવમી સૌથી મોંઘી કરન્સી છે. આ ચલણનો કોડ EUR છે. તેની ગણતરી વિશ્વ અર્થતંત્રની સ્થિર કરન્સીમાં થાય છે. એક યુરો 88 ભારતીય રૂપિયા બરાબર છે.

સ્વિસ ફ્રાન્ક: તે સ્વિટ્ઝર્લૅન્ડ, લિક્ટેંસ્ટાઇનનું સત્તાવાર ચલણ છે. તેનો કોડ CHF છે. એક સ્વિસ ફ્રેંકનું મૂલ્ય 91 ભારતીય રૂપિયા બરાબર છે.

બ્રિટિશ પાઉન્ડ: બ્રિટિશ પાઉન્ડ વિશ્વની પાંચમી સૌથી મોંઘી કરન્સી છે. તે યુનાઇટેડ કિંગડમનું સત્તાવાર ચલણ છે. કેટલાક અન્ય દેશો પણ તેનો ઉપયોગ કરે છે. એક બ્રિટિશ પાઉન્ડ 102 ભારતીય રૂપિયા બરાબર છે.

જોર્ડનિયન દિનાર: તે વિશ્વનું ચોથું સૌથી શક્તિશાળી અને મોંઘું ચલણ છે. તે 1950 થી જોર્ડનનું સત્તાવાર ચલણ છે. જોર્ડન એક આરબ દેશ છે. જોર્ડન દીનારની કિંમત 117 ભારતીય રૂપિયા બરાબર છે.

ઓમાની રિયાલઃ ઓમાનની સત્તાવાર મુદ્રા છે ઓમાની રિયાલ, જે દુનિયાની ત્રીજી સૌથી મોંઘી કરન્સી છે. આ એક મુસ્લિમ દેશ છે, જે અરબી દ્વીપકલ્પ ના પૂર્વ દક્ષિણમાં સ્થિત છે. એક ઓમાની રિયલની કિંમત 214 ભારતીય રૂપિયા છે.   

બહરીન દીનારઃ તે દુનિયાની બીજી સૌથી મોંઘી કરન્સી છે. તેનો કોડ છે BHD.જો બહરીનમાં તમારે 1 BHD માં કોઈ સામાન ખરીદવો છો તો તમારે 218 ભારતીય રૂપિયા ખર્ચ કરવા પડશે. આ દેશની કુલ જનસંખ્યા છે 14.6 લાખ.

કુવૈતી દિનારઃ કુવૈતી દિનાર વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે. તેનો કોડ KWD છે. કુવૈત પશ્ચિમ એશિયામાં એક સમૃદ્ધ દેશ છે. તે વિશ્વમાં છઠ્ઠા સૌથી મોટા તેલ ભંડાર ધરાવે છે. અહીં 1 દિનારની કિંમતની વસ્તુ ખરીદવા માટે તમારે 267 ભારતીય રૂપિયા ખર્ચવા પડશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link