Cannes માં મૌની રોયનો સુપર હોટ લુક જોઈને ફિદા થયા ફેન્સ, જુઓ તસવીરો
આ વખતે મૌની રોય પણ Cannesમાં ડેબ્યુ કરનારાઓમાંની એક છે અને તેણે પહેલી જ રેડ કાર્પેટ વોકમાં ચાહકોના દિલ જીતી લીધા છે. પીળા આઉટફિટમાં મૌનીએ ધૂમ મચાવી છે. તેનો લુક હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.
પીળા રંગનો ડ્રેસ, આંખો પર કાળા ચશ્મા મૌનીની લેટેસ્ટ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. લોકો તેનો ગ્લેમરસ લુક ખુબ પસંદ કરી રહ્યા છે.
જો Cannes 2023માં બોલિવૂડના બેસ્ટ લુક્સની વાત કરવામાં આવે તો મૌની રોયનું નામ હવે ચોક્કસપણે સામેલ થશે. કાન્સ માટે તે એકદમ પરફેક્ટ લાગી રહી હતી.
એક્ટ્રેસ મૌની રોય આ વન ઑફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. એક્ટ્રેસની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.
મૌની છેલ્લે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળી હતી. એક સમયે ટીવીની રાણી કહેવાતી મૌની આજે મોટા પડદાનો જાણીતો ચહેરો છે. અને તેના કેન્સ ડેબ્યુ માટે તેણે દુબઈની ડિઝાઈનર Atelier Zuhra ને પસંદ કરી હતી.