Mouni Roy: વેકેશન મનાવવા ઇટલી પહોંચી `નાગિન`, સ્ટાઇલિશ બિકિનીમાં વાયરલ થઈ તસવીરો
મૌની રોય પદડાની સાથે સાથે અસલ જિંદગીમાં પણ ખુબ સ્ટાઇલિશ છે. આ દિવસોમાં અભિનેત્રી ઇટલીમાં પોતાના પતિ અને મિત્રોની સાથે વેકેશન મનાવવા ગઈ છે, જ્યાંથી તે પોતાના બિકિની લુકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે.
આ તસવીરમાં મૌની બ્લૂ અને ગ્રીન કલરની બિકિની સાથે મેચિંગ સ્લિટ સ્કર્ટ પહેરીને જોવા મળી રહી છે. પોતાના આ લુકની સાથે મૌનીએ નેચરલ મેકઅપ અને સ્મોકી આઈઝ રાખી છે.
આ મલ્ટી કલરના કોમ્બિનેશનવાળી બિકિનીમાં મૌની ખુબ હોટ લાગી રહી છે અને તેનો આ હોલ્ટર ડીપ નેક ટોપ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
આ ફોટોમાં મૌની વાઇટ કલરના હોલ્ટર નેક બ્રાલેટ ટોપની સાથે પ્રિન્ટેડ સ્લિટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ પોતાના આ લુકમાં કિલર પોઝ આપી રહી છે.
મૌની રોયે આ ફોટોમાં વાઇટ બ્રાલેટ બેકલેસ ટોપ અને સ્લિટ સ્કર્ટ પહેર્યું છે. સાથે અભિનેત્રીએ પોતાના આ લુકને એક ટ્રાન્સપરન્સ કોટની સાથે સ્ટાઈલ કરી. મૌની પોતાના આ લુકમાં ખુબ ગ્લેમરસ જોવા મળી રહી છે.
આ ફોટોમાં મૌનીએ ઓરેન્જ અને પીળા કલરનું ડીપ નેક ટોપ અને સ્ટાઇલિશ સાઈડ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે. પોતાના આ લુકમાં મૌની અલગ-અલગ પોઝ આપી રહી છે.