PHOTOS: મંચ પર થયેલા તાયફાથી દુનિયા થઈ હતી સ્તબ્ધ, મિસિસ વર્લ્ડની આખરે પોલીસે કરી ધરપકડ

Fri, 09 Apr 2021-7:15 am,

કોલંબો: મિસિસ વર્લ્ડ કેરોનિલ જ્યૂરીની શ્રીલંકામાં ધરપકડ કરાઈ છે. તે ગત વર્ષ એટલે કે 2019માં મિસિસ શ્રીલંકા બની હતી અને ત્યારબાદ તેણે આ સ્પર્ધાના વૈશ્વિક મંચ પર શ્રીલંકાને ઓળખ અપાવતા આ ટ્રોફી જીતી હતી. પરંતુ આ વર્ષે મિસિસ શ્રીલંકાની ફિનાલેમાં તેણે એવી તે ઉતાવળ કરી નાખી કે હવે તેની સાથે આખા શ્રીલંકાએ શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું છે. 

વાત જાણે એમ હતી કે આ વર્ષે તેણે જ વિનર તરીકે મિસિસ શ્રીલંકાની સ્પર્ધાની વિનર તરીકે પુષ્પિકા ડી સિલ્વાનું નામ જાહેર થયું કર્યુ હતું. પરંતુ પછી તેને ખબર પડી કે પુષ્પિક ડી સિલ્વા આ તાજ માટે યોગ્ય નથી. કારણ કે તે ડિવોર્સી છે. આવામાં ખોટી જાણકારી પર ભરોસો મૂકતા તેણે મંચ પર જ પુષ્પિકા ડી સિલ્વા પાસેથી તાજ છીનવી લીધો હતો અને રનર અપ રહેલી સ્પર્ધકને તાજ પહેરાવી દીધો. 

આ ઘટના બાદ આયોજકોની ખુબ ટીકા થઈ હતી અને મિસિસ શ્રીલંકા ચૂંટાઈ આવેલી પુષ્પિકા ડી સિલ્વાએ કહ્યું હતું કે આ મામલે તે કાનૂની કાર્યવાહી કરશે. કારણ કે તેને માથા પરથી તાજ ઉતારતી વખતે ઈજા થઈ હતી. હવે આ મામલે શ્રીલંકાની પોલીસે કેરોનિલ જ્યૂરીની ધરપકડ કરી છે. 

આ ઘટના બાદ મિસિસ વર્લ્ડના આયોજકોએ માફી માંગી અને કહ્યું કે તેમણે આ એવોર્ડ પુષ્પિકા ડી સિલ્વાને જ આપવાનો નિર્ણય કર્યો છે અને કહ્યું કે મિસિસ વર્લ્ડે મંચ પર જે કઈ કર્યું તેના માટે તેમને ખુબ ખેદ છે. આ માટે તેણે જાહેરમાં માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે પુષ્પિકા ડી સિલ્વા જ શ્રીલંકા તરફથી મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેશે. 

કેરોનિલ જ્યૂરી દુનિયાભરની બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ ચૂકી છે. થોડા સમય પહેલા તેણે મિસિસ ઈન્ડિયા વર્લ્ડ ફિનાલેમાં પણ જજ તરીકે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ મુંબઈમાં યોજાયો હતો. અહીં તેણે વિજેતાને તાજ પણ પહેરાવ્યો હતો. 

અત્રે જણાવવાનું કે કેરોનિલ જ્યૂરી વર્ષ 2019માં મિસિસ વર્લ્ડ તરીકે પસંદ થઈ હતી. હાલના સમયમાં મિસિસ વર્લ્ડનો તાજ તેના જ સર પર છે. આવામાં તે આ વર્ષે મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં જજ તરીકે સામેલ થઈ હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link