રિટાયરમેન્ટ બાદ પણ બીજો સૌથી ધનિક ક્રિકેટર છે MS Dhoni, જાણો કેવી રીતે કરે છે આટલી કમાણી

Wed, 01 Sep 2021-12:05 am,

2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ધોની હજુ પણ વાર્ષિક 74 કરોડ રૂપિયાની કમાણી કરે છે. IPL સિવાય ધોની વધુ સ્પર્ધાત્મક ક્રિકેટ રમતો નથી. પરંતુ તેને તેની IPL ટીમ CSK અને ઘણા બ્રાન્ડ એસોસિયેશન તરફથી ઘણા પૈસા મળે છે.

ધોની આઈપીએલની શરૂઆતથી ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે. CSK ધોનીને 15 કરોડ રૂપિયાનો પગાર આપે છે. CSK ના કોઈ ખેલાડીને ધોની કરતા વધારે પગાર મળતો નથી.

ડોમેન વેબસાઇટ્સથી લઇને મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ સુધી, ધોની હજુ પણ વિશ્વભરની કંપનીઓ માટે સૌથી વિશ્વસનીય ચહેરાઓમાંનો એક છે. મોટી કંપનીઓ પોતાનો પ્રચાર કરવા માટે ધોનીને સાઇન કરે છે.

ધોનીનું રાંચીમાં મોટું ફાર્મ હાઉસ છે અને તેમાં 80 જેટલી બાઇકો પણ સામેલ છે. આ સિવાય આ ફાર્મ હાઉસમાં ઘણી મોંઘી કાર છે. આ તમામ કાર અને બાઇકની કિંમત કરોડોમાં છે.

કમાણીની દ્રષ્ટિએ ધોની દિગ્ગજ સચિન તેંડુલકરની પાછળ છે. ધોનીની જેમ સચિન પણ ઇલેક્ટ્રિકલ કંપની સાથે મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય ઘણી બ્રાન્ડ સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link