Corona બાદ સાજા થયેલાં લોકોને થઈ રહી છે આ ગંભીર બીમારી, હંમેશા માટે જઈ શકે છે આંખોની રોશની

Fri, 07 May 2021-6:01 pm,

જો કોરોનાથી સાજા થયા બાદ નાક બંધ થાય તો થઈ જજો સાવધાન. કારણકે આ બીજી જીવલેણ બીમારીનું લક્ષણ હોઈ શકે છે. મળતી માહિતી મુજબ કોરોનાથી સાજા થઈ રહેલાં લોકોમાં હવે નવી બીમારીના લક્ષણો સામે આવી રહ્યાં છે. જેમાં લોકો સદાયને માટે આંખોની રોશની ગુમાવી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. જેણે તબીબોની પણ ચિંતા વધારી દીધી છે.   

દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલના તબીબ ડો.મનીષ મુંજાલનું કહેવું ચેકે, કોરોનાથી સાજા થઈ રહેલાં દર્દીઓ સામે હવે એક નવો પડકાર સામે આવીને ઉભો છે જેનું નામ છે મ્યૂકોમરકોસિસ (Mucormycosis). આ બીમારી એક ફંગલ ઈંફેક્શન છે. પણ આ ઈંફેક્શન શરીરના જે ભાગમાં લાંબા સમય સુધી રહે તે ભાગને હંમેશા માટે ખરાબ કરી દે છે. ખાસ કરીને આંખોની રોશની જતી રહે છે.

કોરોનાની બીમારીથી સાજા થયેલાં લોકોમાં Mucormycosis નામના ફંગલ ઈંફેક્શનના લક્ષણો જોવા મળી રહ્યાં છે. અને આ બીમારી હવે ખુબ ઝડપથી ફેલાઈ રહી છે. જેના કારણે લોકોનો ડર વધી ગયો છે. ઝડપથી તેનો ઈલાજ કરવો જરૂરી છે.

જો તમારું નામ બંધ થઈ જતું હોય, પપડી જામી રહી હોય તો તેને નજરઅંદાજ ન કરતા. બાયોપ્સીના માધ્યમથી મહદઅંશે તેવી ખબર પડી શકે છેકે, આ Mucormycosis છેકે, નહીં. જો લક્ષણો ઓળખવામાં વાર કરશો તો આ બીમારીનું ઈંફેક્શન નાકથી લઈને આંખ સુધી પહોંચી શકે છે. જે ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે. આંખોની રોશની જઈ શકે છે અને આંખોથી બ્રેન સુધી પહોંચીને આ બીમારી જીવલેણ બની શકે છે. 

Mucormycosis એક એવી બીમારી છે જેનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને કોરોનાના સંક્રમણ બાદ સાજા થયેલાં દર્દીઓમાં આ બીમારીના લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ ફંફેક્શનને કારણે ઘણાં લોકોની આંખોની રોશની હંમેશા માટે જતી રહી હોય તેવા અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે.

  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link