Mukesh Ambani House: તે ઘર, જ્યાં ભાડે રહેતો હતો અંબાણી પરિવાર, હવે આવું દેખાય છે

Thu, 01 Jun 2023-6:24 pm,

દરેક માટે અંબાણી પરિવારના ઘરને અંદરથી જોવુ શક્ય નથી. પરંતુ તમે અંબાણી પરિવારના પૈતૃક ઘરને જોઈ શકો છો. આવો તેના વિશે માહિતી આપીએ. 

 

 

અંબાણી પરિવાર મૂળ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામનો છે. અહીં તેમનું સદીઓ જૂનું પૈતૃક ઘર છે. 2002માં અંબાણી પરિવારે તેને ખરીદી લીધુ હતું. 

 

 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો નાંખનાર ધીરૂભાઈ અંબાણીનો જન્મ આ ઘરમાં થયો હતો. આ બે માળની હવેલીને વર્ષ 2011માં સ્મારક બનાવી દેવામાં આવી.

 

 

અંબાણી પરિવારના આ પૈતૃક ઘરમાં સમયાંતરે ઘણા માળખાકીય ફેરફારો થયા છે. તેના મૂળ આર્કિટેક્ચર સાથે છેડછાડ કરવામાં આવી નથી. જોકે ધીરુભાઈ અંબાણીની રહેવાની જગ્યા, લાકડાનું ફર્નિચર, પિત્તળ-તાંબાના વાસણો અને અન્ય ઘણી જગ્યાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ પરિવારના સાંસ્કૃતિક વારસાનું આ એક અનોખું ઉદાહરણ છે.

આ હવેલીનો એક ભાગ મુકેશ અંબાણીના દાદા જમનાદાસ અંબાણીએ 20મી સદીની શરૂઆતમાં ભાડે લીધો હતો. આમાં ગુજરાત શૈલી સ્પષ્ટ દેખાય છે. તે મધ્યમાં એક આંગણું, એક વરંડા અને ઘણા ઓરડાઓ સાથે બનાવવામાં આવ્યું છે.

અંબાણી પરિવારની આ પૈતૃક સંપત્તિ 1.2 એકરમાં ફેલાયેલી છે. ત્રણ ભાગમાં વહેંચાયેલા આ ઘરની ચારે બાજુ હરિયાળી છે. એક ભાગ જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. બીજું ખાનગી કોકોનટ પામ ગ્રોવ છે અને ત્રીજું ખાનગી કોર્ટયાર્ડ છે. હવે આ મિલકત બે ભાગમાં છે. પહેલો ભાગ ખાનગી છે અને બીજો જાહેર જનતા માટે છે.

ધીરૂભાઈ અંબાણી યમનથી પરત ફરી આ ઘરમાં મોટા થયા. મુંબઈમાં વસી ગયા અને સફળ બિઝનેસમેન બની ગયા બાદ તેઓ અહીં આવતા જતા રહેતા હતા. તેમના પત્ની કોકિલાબેન અહીં મુલાકાતે આવતા હોય છે. ધીરૂભાઈ અંબાણીને સન્માનિત કરવા માટે ગુજરાતમાં અંબાણી હાઉસની સ્થાપના કરવામાં આવી હતી. 

 

 

 

એક જમાનામાં અંબાણી પરિવાર આ જગ્યા પર ભાડે રહેતો હતો. પરંતુ 2002માં આ પ્રોપર્ટી તેમણે ખરીદી લીધી. વર્ષ 2011માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

 

 

અંબાણી પરિવાર દેશના સૌથી પ્રતિષ્ઠિત પરિવારોમાંથી એક છે. આ પરિવાર માત્ર બિઝનેસ માટે જ નહીં પરંતુ પારિવારિક મૂલ્યો માટે પણ જાણીતો છે.

લક્ઝરી લાઇફસ્ટાઇલ, મોંઘી કારો, ઘડિયાળ સહિત અન્ય વસ્તુ પર હંમેશા વાતો થતી રહે છે. અંબાણી પરિવારને લઈને કોઈને કોઈ નવી વાતો સામે આવતી રહે છે. 

 

 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું ઘર એન્ટીલિયા દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. લોકોનું સપનું હોય છે કે તેને એક વખત અંદરથી જોઈ શકે.

 

 

મુકેશ અંબાણી માટે આ ઘર ખુબ ખાસ છે. કારણ કે તેમની યાદો આ ઘર માટે જોડાયેલી છે. તે ગરમીમાં અહીં આવીને પોતાના પરિવારની સાથે સમય પસાર કરતા હતા. 

 

 

અંબાણી પરિવારનું આ પૈતૃક ઘર સોમવારને છોડીને દરરોજ સવારે 9.30 કલાકથી સાંજે 5 કલાક સુધી ખુલુ રહે છે. એન્ટ્રી ફી તરીકે બે રૂપિયા ચુકવવા પડે છે. 

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link