Mukesh Ambani Special: મુકેશ અંબાણીની એ કહાની...એવા લોકો માટે જેમણે માત્ર તેમનું બેંક બેલેન્સ જોયું, સંઘર્ષ નહીં...

Thu, 18 Apr 2024-8:45 pm,

જ્યારે પણ મુકેશ અંબાણીની વાત કરવામાં આવે છે ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું વિશાળ સામ્રાજ્ય, એશિયાના સૌથી અમીર વ્યક્તિ, અબજોની સંપત્તિ, લક્ઝરી...આ રીતની મનમાં તસવીરો બને છે. આજે મુકેશ અંબાણી વિશ્વના અબજોપતિઓની યાદીમાં સામેલ છે. તેમણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા, પરંતુ આ બધા પાછળ તેમની વર્ષોની મહેનત છે. જો કે માનવ સ્વભાવ છે કે કોઈ પણ માણસ વ્યક્તિની સફળતાને જુએ છે, પરંતુ તેની પાછળ વર્ષોની મહેનત જોઈ શકતો નથી.

19 એપ્રિલ 1957ના રોજ જન્મેલા મુકેશ અંબાણી ધીરુભાઈ અંબાણીના મોટા પુત્ર છે. આજે તેમની પાસે એન્ટિલિયા જેવો મહેલ છે, નોકરો છે, પરંતુ તેમનું બાળપણ મુંબઈની એક ચાલમાં વીત્યું હતું. એક રૂમના મકાનમાં 9 લોકોનો પરિવાર રહેતો હતો. પિતા રિલાયન્સને મોટું બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. માતા કોકિલાબેન તેમના બાળકો સાથે મુંબઈમાં એક ચાલમાં રહેતા હતા.

ધીરુભાઈ અંબાણી તેમના બાળકોને એટલો જ પ્રેમ કરતા હતા, એટલા કડક પણ હતા. એકવાર જ્યારે ઘરે મહેમાનો આવ્યા ત્યારે મુકેશ અને અનિલ અંબાણીએ એટલું બધું તોફાન મચાવ્યું કે તેમને બે દિવસ ગેરેજમાં રહેવું પડ્યું. બંને જણાએ મહેમાનો માટે બનાવેલું ભોજન જમ્યા. ત્યારબાદ મહેમાનો ગયા બાદ પિતાએ બંનેને બે દિવસ ગેરેજમાં રહેવાની સજા કરી અને ખાવા માટે માત્ર રોટલી અને પાણી આપવામાં આવ્યું.

જ્યારે તેમના પિતા રિલાયન્સને મોટી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે મુકેશ અંબાણીએ તે સંઘર્ષને નજીકથી જોયો હતો. તેમણે ત્યાંથી ઘણું શીખ્યા અને આજે એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે.

મુકેશ અંબાણીના જીવનનો સૌથી મુશ્કેલ સમય એ હતો જ્યારે તેમના પિતાને અચાનક સ્ટ્રોક આવ્યો. ફેબ્રુઆરી 1986માં ધીરુભાઈ અંબાણીને અચાનક હાર્ટ એટેક આવ્યો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ 24 કલાક અંબાણી પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ હતા.

મુકેશ અંબાણીને ક્યારેય પૈસાનું ઘમંડ નહોતું. તે શરૂઆતથી જ અભ્યાસમાં સારા હતા.

મુકેશ અંબાણીનો હેતું જીવનમાં વધારે પૈસા કમાવવાનો ન હતો, બલ્કે તેઓ પડકારો લેવામાં વિશ્વાસ રાખતા હતા. તેમને અભ્યાસમાં એટલો રસ હતો કે તે આખી રાત અભ્યાસ કરતા રહેતા.

તેમણે તેમના પિતાના વ્યવસાયને સારી રીતે આગળ ધપાવ્યો. સમગ્ર વિશ્વમાં તેમનું નામ ફેલાવ્યું. તેમના પિતાએ પરિવાર માટે સમય કાઢવાનું શીખવ્યું હતું.  

બાળકોને શાળાના શિક્ષણ સિવાય અન્ય બાબતો વિશે શીખવવા પિતાએ સામાન્ય જ્ઞાન શિક્ષકની નિમણૂક કરી.  

મુકેશ અંબાણીએ કોલેજકાળથી જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં કામ શીખવાનું શરૂ કર્યું હતું. સવારે કોલેજ પછી તે રિલાયન્સની ઓફિસે પહોંચતા અને ત્યાં કામ શીખતા.  

જ્યાં તેમના મિત્રો કોલેજમાં બહાર જતા હતા ત્યાં તે રિલાયન્સમાં કામ શીખતા હતા.  

મુકેશ અંબાણી પોતાના પિતા ધીરુભાઈ અંબાણીને પોતાના આદર્શ માન્યા અને તેમણે બતાવેલા માર્ગ પર ચાલ્યા.  

મુકેશ અંબાણી ગુજરાતી પરિવારમાંથી આવે છે, પરંતુ તેમને દક્ષિણ ભારતીય વાનગીઓ પણ પસંદ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link