મહેલ જેવું છે નીતા અંબાણીનું ઘર એન્ટિલિયા, બંકિંઘમ પેલેસ પછી દુનિયાનું બીજું સૌથી મોંઘુ ઘર
મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાનું નામ પરથી ફેન્ટમ આયલેન્ડ પરથી રાખવામાં આવ્યું છે જે એટલાન્ટિક મહાસાગરમાં આવેલું છે. એન્ટિલિયા દક્ષિણ મુંબઈમાં કેન્દ્રસ્થાને આવેલું છે જેમાં 27 માળ છે. એન્ટિલિયામાં 600 સભ્યોનો સ્ટાફ ઘરની દેખરેખ માટે કામ કરે છે. આ ઘરમાં ત્રણ હેલીપેડ છે.
એન્ટિલિયાને બનવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. તેનું નિર્માણ વર્ષ 2008 માં શરૂ થયું અને 2010માં એન્ટિલિયા બનીને તૈયાર થઈ ગયું. ઘરમાં અલગથી એન્ટરટેનમેન્ટ સ્પેસ, ગ્રાન્ડ ટેરેસ, ભવ્ય રૂમ સાથે કાર પાર્કિંગ માટે છ અલગ માળની વ્યવસ્થા રાખવામાં આવી છે. એન્ટિલિયામાં યોગ કેન્દ્ર, ડાન્સ સ્ટુડિયો, સ્પા અને સ્વિમિંગ પૂલ પણ છે.
દુનિયાના મોંઘા ઘરની વાત કરીએ તો બંકીંઘમ પેલેસ પછી એન્ટીલ્યાનું નામ આવે છે. આ દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોંઘુ ઘર છે. એન્ટીલિયા પહેલા અંબાણી પરિવાર મુંબઈના સી વિંડમાં 14 માળના ઘરમાં રહેતો હતો. આ ઘરને ઓસ્ટ્રેલિયા આધારિત કન્સ્ટ્રક્શન કંપની લીટન હોલ્ડિંગસે ડિઝાઇન કર્યું છે.
ફોક્સ અનુસાર અંબાણી પરિવારના આ ઘરનો ખર્ચ લગભગ એક થી બે મિલિયન અમેરિકી ડોલર છે. જે 6 કરોડથી 12 હજાર કરોડ રૂપિયાની વચ્ચે છે.
એન્ટિલિયા એટલું મોટું છે કે તેની અંદર કુલ 9 લિફ્ટ રાખવામાં આવી છે. હાલ આ શાનદાર ઘરમાં મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે રહે છે પરંતુ તે પહેલા અનિલ અંબાણી પણ તેની સાથે રહેતા હતા.