આ પ્લાનમાં મળે છે Swiggy નું ફ્રી સબ્સક્રિપ્શન! આ છે `મુકેશ કાકા`નો સુપરહિટ કેશબેક પ્લાન

Tue, 08 Oct 2024-3:11 pm,

Swiggy એક ફૂડ ડિલિવરી એપ છે, જેના દ્વારા તમે ઘરે બેસીને ફૂડ ઓર્ડર કરી શકો છો અને ફૂડ તમારા ઇચ્છિત લોકેશન પર પહોંચાડવામાં આવશે. Jioનો આ પ્લાન તમને Swiggy One Lite નું ત્રણ મહિનાનું ફ્રી સબસ્ક્રિપ્શન આપે છે, જે તમને ઘણા ફાયદા આપે છે.

આ સાથે તમને 149 રૂપિયાથી વધુના ઓર્ડર પર 10 ફ્રી હોમ ડિલિવરી મળે છે. 199 રૂપિયાથી વધુના ઇન્સ્ટામાર્ટ ઓર્ડર પર 10 ફ્રી હોમ ડિલિવરીનો લાભ મળે છે. Genieની ડિલીવરી પર તમને 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે. તેના સિવાય પણ તમને ઘણા અને બેનિફિટ્સ મળે છે.

Jioનો આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં યુઝરને દરરોજ 2 જીબી હાઇ સ્પીડ ડેટા મળે છે. એટલે કે યુઝરને કુલ 168 જીબી ડેટા મળે છે. ઉપરાંત, જો તમારું 5G નેટવર્ક ઉપલબ્ધ છે અને તમે 5G ફોનનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમે 5G ઇન્ટરનેટનો લાભ પણ લઈ શકો છો.

આ પ્લાનમાં Jio યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આનો અર્થ એ છે કે તમે 84 દિવસ સુધી કોઈપણ નેટવર્ક પર ગમે તેટલા કૉલ્સ કરી શકશો. આ સિવાય તમને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા પણ મળે છે.

Swiggy ઉપરાંત Jio યૂઝર્સને આ પ્લાનમાં Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. Jioના આ પ્લાનની કિંમત 1028 રૂપિયા છે અને કંપની આ પ્લાનને રિચાર્જ કરવા પર યુઝરને 50 રૂપિયાનું કેશબેક પણ આપે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link