Mukesh Ambani Antilia: અંબાણીના ઘર એન્ટીલિયામાં કામ કરતા લોકોનો પગાર કેટલો? આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

Sat, 03 Aug 2024-1:11 pm,

દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયાની ચર્ચા આખી દુનિયામાં થાય છે. તેના વિશે જાણવામાં દરેકને ઉત્સુકતા રહે છે. એન્ટીલિયા દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે અને તેની ભવ્યતા અને આકારના કારણે અહીં કામ કરતા કર્મચારીઓના પગાર વિશે જાણવામાં પણ લોકોને ઉત્સુકતા હોય છે. 

એન્ટીલિયામાં 24 કલાક સુરક્ષા વ્યવસ્થા હોય છે જેના માટે કુશળ સુરક્ષા કર્મચારીઓની જરૂર હોય છે. એન્ટીલિયામાં અનેક વિશિષ્ટ સેવાઓ આપવામાં આવે છે. જેમ કે વ્યક્તિગત શેફ, બટલર, અને ટેક્નિકલ વિશેષજ્ઞ. આ સેવાઓ માટે ઉચ્ચ યોગ્યતાવાળા લોકોની જરૂર હોય છે. એન્ટીલિયા જેવી પ્રતિષ્ઠિત જગ્યાએ કામ કરવાથી કર્મચારીઓની કરિયરને વેગ મળે છે. જેના માટે તેઓને ઉચ્ચ પગાર આપનારા પણ તૈયાર હોય છે. 

અસલમાં એન્ટીલિયામાં કામ કરતા કર્મચારીઓને વધારે પગાર મળતો હોય છે. જે મોટાભાગે એ જ ક્ષેત્રમાં કામ કરતા અન્ય કર્મચારીઓની સરખામણીમાં ઘણો વધારે હોય છે. પગાર ઉપરાંત કર્મચારીઓને મકાન, ભોજન , મુસાફરી અને ચિકિત્સા સુવિધાઓ જેવા અનેક વધારાના લાભ મળે છે. એન્ટીલિયાની અંદરની જાણકારી, જેમાં કર્મચારીઓના પગાર પણ સામેલ છે તે ગોપનીય રાખવામાં આવતી હોય છે. 

કદાચ ત્યાં કામ કરનારા કર્મચારીઓના પગાર વિશે સટીક આંકડા ઉપલબ્ધ નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં તેનો ઉલ્લેખ જરૂર કરાયો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ 2017માં મુકેશ અંબાણીના અંગત ડ્રાઈવરના ચોંકાવનારા માસિક પગારનો ખુલાસો એક સોશિયલ મીડિયા વીડિયોમાં થયો હતો. જે 2 લાખ રૂપિયા હોવાનું કહેવાયું હતું. 

એટલું જ નહીં એક અન્ય મીડિયા રિપોર્ટ મુજબ એન્ટીલિયામાં કામ કરતા એક શેફને બે લાખ રૂપિયાથી વધુ પગાર આપવામાં આવે છે. કેટલાક શેફ્સનો પગાર તેના કરતા પણ વધુ છે. કર્મચારીઓના પગાર તેમના કૌશલ, અનુભવ અને જવાબદારીઓના આધારે નક્કી કરાય છે. ઉચ્ચ સ્તરના કૌશલ અને વિશેષતાઓવાળા કર્મચારીઓને વધુ પગાર મળે છે. અનેક રિપોર્ટ્સ મુજબ એન્ટીલિયાના કર્મચારીઓના બાળકોને વિદેશમાં શિક્ષણ મેળવવા માટે કંપની તરફથી મદદ મળે છે. પગાર ઉપરાંત એન્ટીલિયાના કર્મચારીઓને બીજા પણ અનેક લાભ મળે છે. જેમ કે બોનસ, સ્ટોક ઓપ્શન્સ અને મુસાફરી સુવિધાઓ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link