મુકેશ અંબાણીનું 15000 કરોડનું આલિશાન મહેલ જેવું ઘર, એન્ટીલિયાના અંદરના Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ!

Fri, 24 May 2024-1:01 pm,

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરમાં ફરીથી શરણાઈ ગૂંજવાની છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાનું નામ પરથી ફેન્ટમ આયલેન્ડ પરથી રાખવામાં આવ્યું છે જે એટલાન્ટિક મહાસાગરમાં આવેલું છે. એન્ટિલિયા દક્ષિણ મુંબઈમાં કેન્દ્રસ્થાને આવેલું છે જેમાં 27 માળ છે. એન્ટિલિયામાં 600 સભ્યોનો સ્ટાફ ઘરની દેખરેખ માટે કામ કરે છે. આ ઘરમાં ત્રણ હેલીપેડ છે. 

12મી જુલાઈએ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. એન્ટિલિયાને બનવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. તેનું નિર્માણ વર્ષ 2008 માં શરૂ થયું અને 2010માં એન્ટિલિયા બનીને તૈયાર થઈ ગયું. ઘરમાં અલગથી એન્ટરટેનમેન્ટ સ્પેસ, ગ્રાન્ડ ટેરેસ, ભવ્ય રૂમ સાથે કાર પાર્કિંગ માટે છ અલગ માળની વ્યવસ્થા રાખવામાં આવી છે. એન્ટિલિયામાં યોગ કેન્દ્ર, ડાન્સ સ્ટુડિયો, સ્પા અને સ્વિમિંગ પૂલ પણ છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનના પરિવારમાં થનારા કોઈ પણ ફંક્શન સમયે તેમનું મુંબઈ ખાતેનું ઘર એન્ટીલિયા ખુબ ચર્ચામાં રહે છે. જો કે આ વખતે લગ્ન લંડનમાં થવાના છે. દુનિયાના મોંઘા ઘરની વાત કરીએ તો બંકીંઘમ પેલેસ પછી એન્ટીલ્યાનું નામ આવે છે. આ દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોંઘુ ઘર છે.

એન્ટિલીયા દેશના સૌથી મોંઘા ઘરોમાં પહેલા નંબરે છે અને તે 27 માળનું ઘર છે જેની કિંમત 15000 કરોડ રૂપિયા અંદાજિત છે. એન્ટિલિયા એટલું મોટું છે કે તેની અંદર કુલ 9 લિફ્ટ રાખવામાં આવી છે. હાલ આ શાનદાર ઘરમાં મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે રહે છે. 

એન્ટીલિયા કોઈ મહેલથી જરાય કમ નથી. તે 4,00,000 સ્કવેર ફીટમાં ફેલાયેલું છે. જેમાં 600 લોકો કામ કરે છે. એન્ટીલિયા પહેલા અંબાણી પરિવાર મુંબઈના સી વિંડમાં 14 માળના ઘરમાં રહેતો હતો. આ ઘરને ઓસ્ટ્રેલિયા આધારિત કન્સ્ટ્રક્શન કંપની લીટન હોલ્ડિંગસે ડિઝાઇન કર્યું છે.

મુકેશ અંબાણીની ખાસ વાતો પર ધ્યાન આપીએ તો તેનું નામ પણ ખાસ છે. એન્ટીલિયા નામ એટલાન્ટિક મહાસાગરના એક પૌરાણિક દ્વીપના નામ પર રાખવામાં આવ્યું છે. 

મુકેશ અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે આ ઘરમાં રહે છે અને અહીં બધાના રહેવા માટે લક્ઝી સુવિધાઓથી લેસ અલગ અલગ ફ્લોર છે. 

આ ઈમારત 2010માં તૈયાર કરાઈ હતી અને તેને શિકાગોમાં રહેતા આર્કિટેક્ટ પર્કિન્સે ડિઝાઈન કરી છે જ્યારે બાંધકામ ઓસ્ટ્રેલિયન કંપની લેંગ્ટોન હોલ્ડિંગે કર્યું છે. 

આ ઘરની ડિઝાઈન એવી બનાવાઈ છે કે તે 8ની તીવ્રતાનો ભૂકંપ પણ સહન કરી શકે છે. 

એન્ટીલિયાના 27 માળમાંથી 6 માળ તો ફક્ત પાર્કિંગ માટે જ રખાયા છે. જ્યાં અંબાણી પરિવારની રોલ્સ રોયસ જેવી તમામ મોંઘી અને લક્ઝરી ગાડીઓ ઊભી હોય છે. 

પાર્કિંગની ઉપરવાળા ફ્લોરમાં 50 સીટર સિનેમા હોલ છે. તેની ઉપર આઉટડોર ગાર્ડન છે. તેની સાથે આ બિલ્ડિંગમાં 3 હેલિપેડ આપવામાં આવ્યા છે. 

અન્ય સુવિધાઓની વાત કરીએ તો તેમાં યોગા સ્ટુડિયો, આઈસ્ક્રીમ રૂમ અને ત્રણથી વધુ સ્વિમિંગ પૂલ પણ છે. ઘરમાં 9 લિફ્ટ છે અને ઘરમાં એક સ્પા તથા મંદિર પણ છે. સૌથી મોંઘા ઘરોમાં પહેલાં ક્રમ ઉપર બંકિઘમ પેલેસ આવે છે જે દુનિયાનો સૌથી મોંઘુ ઘર છે ત્યાર પછી મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું એન્ટિલિયા આવે છે. એન્ટિલિયા 4,532 વર્ગ મીટર માં ફેલાયેલું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link