Anand Piramal: આકાશ અને અનંત અંબાણી જે ન કરી શક્યા, મુકેશ અંબાણીના જમાઈએ કરી બતાવ્યું, આનંદ પીરામલે બનાવ્યો રેકોર્ડ
Mukesh Ambani Son-in-Law: છેલ્લા 10 દિવસથી દેશની નજર અંબાણી પરિવાર પર ટકેલી હતી. એશિયાના સૌથી ધનીક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચા વિશ્વભરમાં રહી. એન્ટીલિયામાં લગ્નના ફંક્શન અને મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં અંબાણીના આ લગ્ન સમારોહમાં દેશ-દુનિયાની અનેક હસ્તિઓ પહોંચી હતી. અનંત અને રાધિકાના લગ્નમાં અંબાણી પરિવાર ભેગો થયો હતો. અનંતના લગ્ન બાદ હવે મુકેશ અંબાણીના જમાઈ આનંદ પીરામલ ચર્ચામાં છે. શાંત સ્વભાવવાળા આનંદે તે કરી દેખાડ્યું છે જે આકાશ અંબાણી કે અનંત અંબાણી કરી શક્યા નથી.
મુકેશ અંબાણીના જમાઈ અને ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલે ઈન્ડિયા અન્ડર 40 બ્રાઇટેસ્ટ યંગ બિઝનેસ લીડરમાં પોતાની જગ્યા બનાવી છે. તેમને `40 Under Forty` લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. ઇકોનોમિક ટાઈમ્સ તરફથી દર વર્ષે આ એવોર્ડ બિઝનેસ ક્ષેત્રમાં શાનદાર કામ કરતા બિઝનેસમેનને આપવામાં આવે છે. અન્ડર 40 કેટેગરી હેઠળ મળનાર આ એવોર્ડમાં આનંદ પીરામલનું નામ સામેલ કરવામાં આવ્યું છે. ઇકોનોમિક ટાઈમ્સે ઈન્ડિયાના 40 યંગ બ્રાઇટ બિઝનેસમેનનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં અનંત અને આકાશ અંબાણીનું નામ સામેલ નથી. જ્યારે આનંદ પીરામલે આ લિસ્ટમાં જગ્યા બનાવી છે.
આનંદ પીરામલ પીરામલ ગ્રુપના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર છે. પીરામલ એમ્પાયરના ફાઉન્ડર અજય પીરામલના પુત્ર છે. આનંદ પીરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં બિન કાર્યકારી ડિરેક્ટર પણ છે. તે પીરામલ રિયલ્ટીના સંસ્થાપક માનવામાં આવે છે. વર્ષ 2018માં ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન થયા હતા.
ફોર્બ્સ બિલિયોનેર્સ ઇન્ડેક્સ પ્રમાણે પીરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલ અને આનંદ પીરામલના પિતાની નેટવર્થ 3.1 અબજ ડોલર એટલે કે આશરે 25351 કરોડ રૂપિયા છે.
આ એવોર્ડના લિસ્ટમાં આનંદ પીરામલ સાથે ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીનું નામ પણ સામેલ છે. અન્ડર 40 બ્રાઇટેસ્ટ યંગ લીડરનું આ લિસ્ટ ફાઈનલ કરનાર જૂરીના લિસ્ટમાં નીતા અંબાણી પણ સામેલ હતા.