અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ધૂમધામથી સગાઈ થઈ, એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું, જુઓ Inside Photos
પોતાની સગાઈના દિવસે રાધિકા મર્ચન્ટે ગોલ્ડન અને ક્રીમ કલરની લહેંગા ચોલી પહેરી. ગળામાં ડાયમંડનો સેટ અને હાથમાં ડાયમંડનું કડું પહેર્યું હતું.
તો અનંત અંબાણી થનારી પત્ની રાધિકાથી અલગ બ્લૂ રંગની શેરવાનીમાં જોવા મળ્યો. બંનેએ એક સાથે અને પરિવારની સાથે પોઝ પણ આવ્યા હતા.
આ પ્રસંગે નીતિ અંબાણી ગોલ્ડન અને ક્રીમ કોમ્બિનેશની રેડ સાડી પહેરી જોવા મળ્યો તો મોટી વહુ શ્લોકા લાઇટ બ્લૂ કલરના લહેંગામાં જોવા મળી હતી.
આ તકે ઈશા અંબાણી પતિની સાથે જોવા મળી. સગાઈ બાદ અંબાણી પરિવારે એક સાથે તસવીરો ખેંચાવી, જેમાં બધા ખુશ જોવા મળી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે સગાઈનો જશ્ન અંબાણી પરિવાર ધૂમધામથી મનાવશે. જેમાં બોલીવુડથી લઈને ક્રિકેટની ઘણી હસ્તિઓ સામેલ થઈ શકે છે.
આ ફંક્શનમાં બોલીવુડની સિંગર શ્રેયા ઘોષાલ પરફોર્મ કરી શકે છે.