મુકેશ અંબાણી-નીતા અંબાણીના લગ્નના આ Photos તમે નહીં જોયા હોય! ફેરવો એક નજર

Fri, 12 May 2023-12:23 pm,

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પ્રેમની કહાની કોઈ ફિલ્મથી જરાય કમ નથી. આપણે બધા જાણીએ છીએ કે નીતા અંબાણી ક્લાસિકલ ડાન્સિંગના શોખીન છે અને ડાન્સ નીતા અંબાણી પરિવારના વહુ બનવાનો રસ્તો બન્યો હતો. 

એવું કહેવાય છે કે 38 વર્ષ પહેલા નીતા અંબાણીએ એક નવરાત્રિ પર આયોજિત થયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન પણ પહોંચ્યા હતા. નીતા અંબાણીને સ્ટેજ પર ડાન્સ કરતા જોઈને ધીરુભાઈ તથા કોકિલાબેન ઈમ્પ્રેસ થઈ ગયા હતા. 

રિપોર્ટસનું માનીએ તો ધીરુભાઈ અંબાણીએ નીતા વિશે જાણકારી મેળવ્યા બાદ તેમના ઘરે ફોન કર્યો હતો. જ્યારે ફોન પર ધીરુભાઈએ પોતાનો પરિચય આપ્યો તો નીતાને વિશ્વાસ નહતો આવ્યો અને તેમણે રોંગ નંબર કહીને કાપી નાખ્યો હતો. ધીરુભાઈએ પણ એક નહીં અનેકવાર ફોન કર્યો અને પછી ઘણીવાર બાદ નીતાને વિશ્વાસ થયો કે ફોનની બીજી બાજુ ખરેખર ધીરુભાઈ અંબાણી છે. 

એવું કહેવાય છે કે મુકેશ અંબાણીએ ખુબ અતરંગી સ્ટાઈલમાં નીતાને પ્રપોઝ કર્યું હતું. મુકેશ એકવાર નીતાને કાર ડ્રાઈવ પર  લઈ ગયા હતા. સિગ્નલ પર ગાડી અટકી તો તેમણે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારે સિગ્નલ ગ્રીન થઈ ગયું અને પાછળથી અન્ય ગાડીઓના હોર્ન વાગવા લાગ્યા હતા. નીતાએ જવા માટે કહ્યું પરંતુ મુકેશ અંબાણીએ જીદ પકડી હતી કે જવાબ સાંભળ્યા બાદ જ તેઓ ગાડી ચલાવશે. 

નીતાએ મુકેશ અંબાણીને લગ્ન માટે ત્યારે હા કહી હતી. હવે નીતા અને મુકેશ અંબાણીનો સંબંધ દુનિયાભર માટે કપલ ગોલ્સ જેવો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link