મુકેશ-નીતા અંબાણીએ ખોલ્યો ખજાનો, 640 કરોડનો વિલા, 21 કરોડની કસ્ટમ જ્વેલરી અને 108 કરોડનો ચોકર નેકલેસ... નાની વહુને આ ભેટ આપી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નીતા અંબાણીએ પુત્રવધૂ અને પુત્રને લગ્નની ભેટમાં દુબઈની પાસે પામ જુમેરાહમાં બનેલ એક આલીશાન વિલા ભેટમાં આપ્યો છે. આ વિલા દુબઈની પાસે પોશ વિસ્તારમાં છે.
આ પામ જુમેરામાં બનેલા વિલાની કિંમત આશરે 640 કરોડ છે. આ વિલામાં આશરે 10 બેડરૂમ અને એક પ્રાઇવેટ બીચ છે.
આમ તો અંબાણી પરિવારમાં દરેક સભ્ય પાસે શાનદાર કારોનું કલેક્શન છે. પરંતુ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ નાના પુત્ર અનંતને લગ્નની ભેટ તરીકે બેંટલે કોન્ટિનેન્ટલ જીટીસી સ્પીડ કાર આપી છે. આ કારની કિંમત 5.42 કરોડ જેટલી છે.
નવી દુલ્હનને નીતા અંબાણીએ કસ્ટમ મેડ જ્વેલરી અને Cartier brooch આપ્યું છે. તેની કિંમત આશરે 21 કરોડ 70 લાખ રૂપિયા છે.
આ સિવાય નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ અંબાણી ખાનદાનની નાની પુત્રવધૂ રાધિકાને મોતી અને ડાયમંડથી જડીત ચોકર હાર પણ આપ્યો છે, ભારતીય રૂપિયામાં તેની કિંમત 108 કરોડ છે.